ગામડા મા વીજ પાવર વગર પાણી ના હવાતીયા.વીજ ચોરી પકડવા વીજ બીલ વસુલવા દસ ગાડી ઓ આવે તો વીજ પ્રશ્નો હલ કરવા કેમ ગાંમડા મા માણસો નથી આવતા : સમાજ આગેવાનો
નસવાડી તાલુકા મા વાવાઝોડું આવ્યા ના 48 કલાક વીતી ગયા છતાંય વીજ પાવર ગામડા મા શરૂ ન થતા આદિવાસી સમાજ ના આગેવાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. જેમા ભર ઉનાળે પાણી વગર કરવું શું હેન્ડપંપ હતા એમાં પણ મોટરો નાખી દેવાય પરંતુ લાઈટ વગર શું કરવાનું.જામલી ગામે જનરેટર ચાલુ કરી મોટર ચાલુ કરતા પાણી માટે મહિલા ઓ પુરુષ દોડાદોડ કરેલ. પશુ ઓને ક્યાં લઈ જવા મોટો પ્રશ્ન સર્જાયો છે.સાથે mgvcl વિરુદ્ધ સમાજ ના આગેવાનો પોસ્ટ વાયરલ કરી રોષ વ્યક્ત કર્યો છે.જેમા નસવાડી તાલુકા ના ગામડાઓમાં વાવાઝોડું ફુંકાયું ત્યારબાદ ગામડાઓમાં લાઈટ નહીં મળતા ગામડાઓમાં પાણી સમસ્યાઓ વધી રહી છે. mgvcl ના અધિકારીઓ ને ગામડાઓમાં ઘરના કનેક્શન કાપવા માટે સ્ટાફ મળે છે.વીજ ચોરી રેડ પાડવા માટે 15થી20 ગાડીઓ લઈને ગામડાઓમાં જઈને ચેકિંગ કરે છે.એક લાઈટ બિલ ભરવાનું બાકી હોય તો પણ વિજ કનેક્શન કાપી નાખવા માટે ગામે ગામ સ્ટાફ ગાડી ઓ લઈ આવતા હોય છે. જયારે વાવાઝોડું ફૂંકાયું તો હવે વીજ પાવર શરૂ કરવા સ્ટાફ નથી મળતો અને કોઈ અધિકારી ગામડા મા આવતા નથી નો ગામે ગામે અનેક સમાજ ના આગેવાનો mgvcl સામે રોષ વ્યક્ત કર્યો છે.ચૂંટાયેલા નેતા પણ ચુપચાપ શહેરો મા જઈ બેસી રહ્યા છે. નો લોકો રોષ વ્યક્ત કર્યો છે.
mgvcl ના વીજ પાવર વગર કરવાનું શું પૂરતો સ્ટાફ નથી વાવાઝોડું આવ્યું તો સ્ટાફ વધારી કામગીરી કરાવવી જોઈએ
વાવાઝોડું આવ્યું એમાં દુઃખ ભોગવે તો અમારા ગામડા ના લોકો સ્ટાફ વધારી તત્કાલ વીજ પાવર શરૂ કરવો જોઈએ હાલ ભર ઉનાળે પાણી ક્યાં લેવા જવાનું. લાઈટ વગર મોટરો ન ચાલે કરવાનું શું હજુ કેટલાય ગામડા બંધ છે. અમે જનરેટર ચાલુ કરી પાણી ભર્યું. બધે જનરેટર ન હોય ઉચ્ચ અધિકારી ઓ ધ્યાન આપવું જોઈએ. તેમ અહીંના ગ્રામજનો કહી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


