ઉનાળાની શરૂઆત શરૂ થઈ ચૂકી છે, હળવે હળવે ગરમીનો પારો ઉંચો જઈ રહ્યો છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના નાગરિકો ભારે તડકા-તાપમાનથી બચવા માટે કલેક્ટર શ્રી રચિત રાજના નિર્દેશોનુસાર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા લૂ કે, ગરમીની વિપરીત અસરોથી બચવા અને અન્ય આરોગ્યલક્ષી જરૂરી સૂચનાઓ બહાર પડાઈ છે. જે લોકોને હિટ સ્ટ્રોકથી બચવા માટે કારગર સાબિત થઈ શકશે.
