Gujarat

જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ટાસ્કફોર્સ ઇમ્યુનાઈઝેશનની બેઠક યોજાઇ

જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ટાસ્કફોર્સ ઇમ્યુનાઈઝેશનની બેઠક યોજાઇ

આગામી તા.૨૮ મે,૨૦૨૩ થી ૦-૫ વર્ષના બાળકોને પોલિયો રસી આપી રક્ષિત કરવામાં આવશે

જિલ્લાના ૮૦૭ બુથ પર ૧ લાખ ૨૪ હજાર કરતાં વધુ બાળકોને
પોલિયો રસી આપવા માટે આવરી લેવા આયોજન

અમરેલી તા.૧૮ મે, ૨૩ (ગુરુવાર) જિલ્લામાં આગામી રૂટિન રસીકરણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ટાસ્કફોર્સ ઇમ્યુનાઈઝેશનની બેઠક યોજાઇ હતી. બેઠકમાં રૂટિન ઇમ્યુનાઇઝેશનની સમીક્ષા કરવામાં આવી હતી. ડિસેમ્બર-૨૦૨૩ MR Elimination અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લામાં મિઝલ્સ અને રૂબેલા રસીકરણ કામગીરી માટે આયોજન કરી તેના અમલીકરણ માટે ભાર આપવામાં આવી રહ્યો છે. બેઠકમાં સબ સઘન પોલિયો રસીકરણ મે-૨૦૨૩ એક્શન પ્લાન વિષયક વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં આગામી તા.૨૮ મે,૨૦૨૩ થી ૦-૫ વર્ષના બાળકોને પોલિયો રસી આપવામાં આવશે ઉપરાંત આ અભિયાનમાં એક્શન પ્લાન મુજબ જિલ્લાના કુલ ૧૧ તાલુકામાં ૮૦૭ બુથ પર ૧ લાખ ૨૪ હજાર કરતાં વધુ બાળકોને આવરી લેવામાં આવશે. VPD સર્વેલન્સ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, જિલ્લા આરોગ્ય શાખા,જિલ્લા પંચાયતના જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.આર.એમ.જોષી સહિતના અધિકારીશ્રીઓ અને સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ધર્મેશ વાળા ૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *