Gujarat

જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયાની ઉપસ્થિતિમાં રાત્રિસભા યોજાઈ

વંથલીના સેંદરડા ગામમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન કટારીયા ની ઉપસ્થિતિમાં રાત્રી સભા યોજય હતી જેમાં ગ્રામસેનોએ રજૂ કરેલા ૧૪ જેટલા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું

    આ તકે જિલ્લા તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોનાં પ્રશ્નો સાંભળ્યા હતા. સાથે જ પ્રજાકીય સેવાઓને વધુ નાગરિક કેન્દ્રી બનાવવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.

    ઉપરાંત રાજ્ય સરકારની શિક્ષણ, કૃષિ, સામાજિક સુરક્ષા સહિતના વિભાગની જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. આ સાથે જિલ્લા વહીવટી તંત્રની પિંક કાર્ડ, ગ્રે કાર્ડ, પ્રોજેક્ટ આશીર્વાદ વગેરેની પણ જાણકારી આપવામાં આવી હતી.

ratrisabha-sendrada-4.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *