જી-૨૦ ની દીવ ખાતેની બેઠકના સભ્યોનું પ્રતિનિધિ મંડળ તારીખ ૧૯ મે ના રોજ સવારે ૯ કલાકે જૂનાગઢ જિલ્લાના ગીર સાસણમાં સિંહ દર્શન કરશે.
જૂનાગઢ જિલ્લા વહીવટી અને તંત્ર વન વિભાગ સંકલનથી જી-૨૦ ના ડેલિગેટ્સનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જી ૨૦ અંગે સાયન્સ-૨૦ ની ઇવેન્ટ દિવ ખાતે યોજાઈ રહી છે. તે અંતર્ગત સાયન્ટિફિક ચેલેન્જર્સ એન્ડ ઓર્પ્ચુનીટી ટુવાર્ડસ અચીવીંગ અ સસ્ટેનેબલ બ્લુ ઈકોનોમી બેઠકમાં સહભાગી થયેલા સભ્યો તારીખ ૧૯ મે ના રોજ સાસણ દેવળીયા પાર્ક ખાતે સિંહ દર્શન કરશે. ટૂંકા રોકાણ બાદ બપોરના સમયે આ સભ્યો સોમનાથ જવા રવાના થશે.
