જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક ખેતિનો વ્યાપ વધારવા માટે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિના ૫૪ જેટલા અધિકારીઓ પ્રાકૃતિક ખેતિ કરતા ખેડૂતોના ફાર્મની મુલાકાત લેશે. જિલ્લા વહીવટી તંત્રના આ અધિકારીઓ પ્રાકૃતિક ખેતિ કરતાં ખેડૂતોના ફાર્મની મુલાકાત લઈ, પ્રાકૃતિક ખેતી ના આયામો ની વિગતો જાણી તેના અનુભવો નું આદાનપ્રદાન કરી તેમને પ્રોત્સાહિત કરશે સાથે જ આ ખેડૂતોએ અપનાવેલ પદ્ધતિઓ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતિ અપનાવે તે માટે પ્રેરિત કરવામાં આવશે. આ માટે કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા દ્વારા વિધિવત હુકમ પણ કરી દેવામાં આવ્યો છે. આમ, પ્રાકૃતિક ખેતિને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુગ્રથિત આયોજન કરવામાં આવ્યું છે.
