Gujarat

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ના હસ્તે  ધન્વંતરી આરોગ્ય રથનો પ્રારંભ કરાયો

જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મીરાંત પરીખના હસ્તે  શ્રમયોગી માટે ધન્વંતરી આરોગ્ય રથનો પ્રારંભ કરાયો  હતો.

ગુજરાત સરકારના શ્રમ કૌશલ્‍ય વિકાસ અને રોજગાર વિભાગના ગુજરાત મકાન અને અન્‍ય બાંધકામ શ્રમયોગી કલ્‍યાણ બોર્ડ અને ઈએઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વીસ ના સંયુકત ઉપક્રમે જૂનાગઢ જિલ્‍લાને  બે ધનવન્‍તરી આરોગ્‍ય રથ ફાળવવામાં આવ્યા છે. આ ધનવન્‍તરી આરોગ્‍ય રથ દ્રારા બાંધકામ શ્રમયોગીઓને તબીબી સારવાર, યોજનાકીય લાભોની જાણકારી, E-નિર્માણ અને E-શ્રમ કાર્ડ કાઢી આપવાની કામગીરી, બાંધકામ સાઇટ કડીયાનાકા અને શ્રમીક વસાહતો સુધી નિઃશુલ્‍ક પહોંચાડવામાં આવશે.

આ  પ્રસંગે મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારીશ્રી ડો.જાવિયા,જિલ્‍લા આર.સી.એચ.અધિકારીશ્રી ડો.સુતરીયા  તેમજ બોર્ડના જીલ્‍લા પ્રોજેકટ મેનેજર શ્રી પરાગ ગોહીલ તથા એમ.એચ.યુ.ના પ્રોજેકટ કોર્ડીનેટર શ્રી સમીરભાઇ રાવલ પણ ઉપસ્થિત રહયા હતા. ધનવન્‍તરી આરોગ્‍ય રથના સ્‍ટાફ તથા આરોગ્‍ય વિભાગના અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ ઉપસ્‍થીત રહેલ હતા.

dhanwantri-rath-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *