જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ૧૨૦૦થી વઘુ મમતા દિવસની ઉજવણી, ૧૦૦૦ થી વઘુ એન.સી.ડી સ્ક્રીનીંગ કેમ્પ અને ૧૯ અવેરનેસ મીટીંગો કરવામાં આવી
***
હાલ ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગની કામગીરીમાં વેગ લાવવા માટે ઝુંબેશ રુપે કામગીરી ચાલી રહેલ છે. જેમાં આયુષમાન કાર્ડ, આભા કાર્ડ, રસીકરણની કામગીરી, વાહકજન્ય રોગ નિયત્રંણ કામગીરી, એન.સી.ડી સ્ક્રીનીંગ અવેરનેસ મીટીંગ વગેરે કાર્યક્રમો ચાલી રહેલ છે.
ઉપરોક્ત તમામ કાર્યક્રમોની સમીક્ષા કરવા માટે તારીખ ૦૨/૦૫/૨૦૨૩ ના રોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શિવાની ગોયલ અગ્રવાલના અધ્યક્ષ સ્થાને જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તેમજ તાલુકા હેલ્થ ઓફિસરોની મીટીંગ યોજવામાં આવેલ હતી. આ મીટીંગમાં આરોગ્ય લક્ષી તમામ કાર્યક્રમોની ચર્ચા સમીક્ષા હાથ ધરવામાં આવેલ.
ઉલ્લેખનીય છે કે ગત માસ એપ્રીલ માં ૧૩૦૦૦ થી વઘુ આયુષમાન કાર્ડ અને ૨,૩૧,૦૦૦ આભા કાર્ડ કાઢવામાં આવ્યા. ૧૨૦૦ થી વઘુ મમતા દિવસની ઉજવણી, ૧૦૦૦ થી વઘુ એન.સી.ડી સ્ક્રીનીંગ કેમ્પ, ૧૯ અવેરનેસ મીટીંગો, ૨૫ એપ્રિલના રોજ વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી સહીતની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા મહુઘા અને નડીયાદ તાલુકાની કામગીરીની સરાહના કરવામાં આવી હતી . ઉપરાંત મે માસ માટે તમામ કાર્યક્રમોના લક્ષ્યાંક આપવામાં આવેલ છે.


