Gujarat

જિલ્લા સલાહકાર સમતિની બેઠકમાં જન્મ સમયે જાતિ પ્રમાણ સહિતના મુદ્દાઓની સમીક્ષા કરાઈ

દીકરીના જન્મને લઈને સમાજમાં પ્રવર્તતા કચવાટ અને દીકરીના જન્મના પણ દીકરાના જન્મની જેમ વધામણા થાય તે સંદર્ભે જન્મ પૂર્વે નિદાન ટેકનીક (નિયમન અને દુરુપયોગ નિવારણ) અધિનિયમ-૧૯૯૪ હેઠળની જિલ્લા સલાહકાર સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ જન્મ સમયે જાતિ પ્રમાણ સહિતના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા પંચાયત ભવન ખાતે મળેલી આ બેઠકમાં ખાસ કરીને દીકરીના જન્મને લઈને સમાજમાં પ્રવર્તિ  રહેલ માનસિકતામાં સકારાત્મક બદલાવ આવે અને દીકરીની સામાજમાં બહુઆયામી ભૂમિકાને ધ્યાનમાં રાખી ખરેખર દીકરીના જન્મના સવિષેશ વધામણા થવા જોઈએ. આ દિશામાં જનજગૃતિ ઉભી કરવા માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. ઉપરાંત સમાજમાં માતા-પિતાના જવાબદારી ઉપાડનાર દીકરીઓનું સન્માન કરવા માટે પણ વિચારણ કરવામાં આવી હતી.

આ બેઠકમાં સમગ્ર જિલ્લામાં હોસ્પિટલમાં કાર્યરત સોનોગ્રાફી, સીટી સ્કેન અને એમઆરઆઈ મશીન માટે પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળ થયેલ જોગવાઈઓનું અમલીકરણ અને ઇન્સ્પેક્શનની કામગીરી સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત સોનોગ્રાફી, સીટી સ્કેન અને એમઆરઆઈ મશીનના રજીસ્ટ્રેશન, સર્વિસ, વેચાણ સહિતના મુદ્દે વિગતવાર ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી હતી.

અખિલ હિન્દ મહિલા પરિષદના અધ્યક્ષા શ્રીમતી સાધનાબેન નિર્મળની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી શિલ્પાબેન જાવિયાએ પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળ આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો રજૂ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા મહિલા મંડળના પ્રતિનિધિ ભાવનાબેન વૈશ્ર્નવ, સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. ક્રિષ્ના મેહતા, પેથોલોજીસ્ટ ડો. ચિરાગ મેનપરા, ડીઆઈઈસીઓ શ્રી રમેશ બાકુ, ડી.પી.એ. શ્રી એચ.એમ. બાફિન, ડીપીએચએનઓ શ્રી એલ.બી. પરમાર સહિતના સંબંધિત અધિકારી-કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.

dikri-vadhamna.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *