Gujarat

જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કોવેક્સિન અને કોવીડશિલ્ડ વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ

જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી,  જિલ્લા જિ.પં.પ્રમુખશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર, તમામ પદાધિકારીઓ અને તમામ મીડિયા કર્મીઓના પ્રચાર-પ્રસાર સાથેના સહયોગથી ધર્મગુરુઓ તેમના અનુયાયીઓ આઈ.એમ.એ, પીડીયાટ્રીકટ એસોસિએશન, આરોગ્ય વિભાગના પાયાના કર્મચારીઓ, અધિકારીઓશ્રીઓ, તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ, મેડીકલ ઓફિસરશ્રીઓ અને તમામ જાગૃત નાગરીકોઓ તમામના અથાગ મહેનત અને સહયોગથી જૂનાગઢ જિલ્લામાં કોવીડ વેક્સિનના પ્રથમ ડોઝ અને બીજા ડોઝની સફળતાપૂર્વક વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

કોરોના સામેની લડાઈ હજુ ચાલે છે. આપણે જાણીએ છીએ કે, અન્ય પાડોશી દેશોમાં હજુ પણ કોરોનો પ્રસરી રહ્યો છે. કોરોનાના ગંભીર લક્ષણોથી બચવા સામે તેમજ તેની સામે રક્ષણ મેળવવા વેક્સિન ખુબ જ ઉપયોગી નીવડી છે.

જૂનાગઢ જિલ્લાના તમામ લોકોને અપીલ કરવામાં આવે છે કે, જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કોવેક્સિન અને કોવીડશિલ્ડ વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે. જેથી જાહેર જનતાને વહેલામાં વહેલી તકે વેક્સિનનો પ્રીકોશન ડોઝ અને બાકી રહેલા વેક્સિનના ડોઝ મેળવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *