Gujarat

જિલ્લાના ૯ થી ૧૫ વર્ષના ખેલાડીઓ માટે તા.૧ મેથી ૧૦ દિવસીય જુદી-જુદી રમતો માટે વિનામૂલ્યે સમર કોચિંગ કેમ્પમાં તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાશે

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ૯ થી ૧૫ વર્ષ સુધીના પ્રતિભાશાળી ખેલાડીઓ માટે તા.૦૧-૦૫-૨૦૨૩ થી તા.૧૦-૦૫-૨૦૨૩ સુધી જૂનાગઢ જિલ્લામાં અને તાલુકાઓમાં ઉનાળુ વેકેશન દરમિયાન વિવિધ રમતોના સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પામાં ભાગ લેવા માંગતા ખેલાડી હોય તા.૨૯ એપ્રિલ-૨૦૨૩ સુધીમાં જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સરદાર પટેલ કોમ્પ્લેક્સ-ગાંધીગ્રામ ખાતે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

આ સમર કોચિંગ કેમ્પમાં ભાગ લેનાર ખેલાડીઓને વિનામૂલ્ય જે તે રમતના તજજ્ઞો દ્વારા ટ્રેનિંગ, પ્રમાણપત્ર, ટી-શર્ટ, કેપ અને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવશે. તેમજ સરકારશ્રીના નિયમોનુસાર ભાડું પણ ચૂકવવામાં આવશે.

આ કેમ્પમાં ભાગ લેનાર ખેલાડીઓએ આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, વાલીના આધારકાર્ડની નકલ અને વાલીના બેંકની પાસબુકની નકલ સાથે લાવવાની રહેશે. વધુ જાણકારી માટે યશવંતભાઈ ડોડીયા મો.૭૪૮૬૯ ૨૯૪૬૯, ચિરાગ ચુડાસમા મો.૯૨૬૫૭ ૮૩૭૫૭ અને હરિભાઈ છાત્રોડીયા મો.૮૪૮૮૮ ૨૨૦૧૩ પર સંપર્ક કરવાનો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *