Gujarat

જિલ્લામાં  કુલ-૬૯૨ ઈ -વાહનો માટે રૂ.૧.૪૫ કરોડની સહાય

જૂનાગઢ જિલ્લો ગ્રીન અને ક્લિન એનર્જી તરફ વળી રહ્યો છે. જિલ્લામાં તા.૧-૪-૨૦૨૨  થી તા.૩-૬-૨૦૨૩  સુધીમાં ૧૧૯૮ જેટલા ઇલેક્ટ્રોનિક વાહનોનું વેચાણ થયું છે. આજ સમયગાળા દરમિયાન  જિલ્લામાં ૧૦૩૫ જેટલા સીએનજી વાહનો પણ નોંધાયા છે.

     પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે ત્યારે ગ્રીન અને ક્લીન એનર્જીનો વિકલ્પ તેમાં રાહત આપી શકે તેમ છે.  આ માટે કેન્દ્ર -રાજ્ય સરકારે પ્રોત્સાહક યોજનાઓ પણ જાહેર કરી છે. જેથી પર્યાવરણ રક્ષણ દિશામાં આગળ વધી શકાય.

    નાયબ વાહન વ્યવહાર અધિકારી શ્રી વાય.બી. સોલંકી જણાવે છે કે, જૂનાગઢ જિલ્લામાં કુલ-૬૯૨ ઈલેક્ટ્રીક વાહનો માટે રૂ. ૧.૪૫ કરોડની સબસીડી ચૂકવવામાં આવી છે. આમ, લોકોને ઈલેક્ટ્રીક વાહનો અપનાવવા માટે પ્રોત્સાહન મળી રહ્યું છે.                                            

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *