સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ “સ્વાગત કાર્યક્રમ” થકી ગામડાના પ્રશ્નો તેમજ વિકાસને લગતા પ્રશ્નોનું નિરાકરણ આ સ્વાગત કાર્યક્રમ થકી ઉકેલ લાવવા જે સુચારુ શરૂઆત કરેલ જેના ૨૦ વર્ષ પૂર્ણ થતા ગુજરાતમાં એક જ દિવસે તમામ જગ્યાએ સ્વાગત કાર્યક્રમ થયેલ. જે અંતર્ગત જુનાસાવર ગામના નાગરિકોને સ્પર્શતાં વણઉકેલ પ્રશ્નો જેની લેખિત તથા મૌખિક અનેકવાર રજૂઆત કરેલ જેનો નિરાકરણ આવેલ નથી તેવા પ્રશ્નોનું આજરોજ “સ્વાગત કાર્યક્રમ”માં ગામના સરપંચ શ્રી તથા ભાજપના આગેવાન શ્રી કલ્પેશભાઈ કાનાણી તથા પંચાયતના સભ્યો અને આગેવાનો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ.
(૧) સાવરકુંડલા-રંગોળા રોડ જે નેશનલ હાઇવેમાં સમાવેશ કરાયેલ છે જેનું શરૂ થયેલ કામ છેલ્લા બે(૨) વર્ષથી સાઇડ ખોદેલ બંધ થયેલ છે જેના કારણે અસંખ્ય અકસ્માતો થાય છે તેમજ હયાત રોડ એકદમ ખરાબ થયેલ હોય ખૂબ જ અગવડતા પડે છે તો રોડનું રીપેરીંગ કામ થાય અને બંધ પડેલ કામ તાત્કાલિક શરૂ કરવા રજૂઆત કરેલ છે (૨) જુના સાવરથી કેરાળા(ધાર) કી.મી. ૫ જેમા ૯ થી ૧૧ જેટલા બેઠા કોઝવે આવેલ છે ચોમાસામાં આ કોઝવેમાં પાણી આવે તથા ભરાઈ રહેવાના કારણે ચોમાસામાં રસ્તો બંધ રહે છે તો કોઝવેની જગ્યાએ સ્લેબ ડ્રેઇન બનાવવામાં રજૂઆત કરેલ છે (૩) ૨૦૧૫માં શેત્રુંજી નદીમાં પૂર આવેલ જેના કારણે સીમ રક્ષક પાળા તથા ગામ રક્ષક પાળા તૂટી ગયેલ જેના કારણે ખેડૂતોની જમીન ધોવાણ થાય છે તેમજ ગામમાં અવારનવાર પુર આવવાથી જાનમાલને નુકસાન થાય છે જે બાબતની રજૂઆત પંચાયત સિંચાઈ વિભાગને અનેક વાર કરેલ છે તો તાત્કાલિક આ તૂટેલા પાળા રીપેરીંગ થાય તેમ રજૂઆત કરવામાં આવેલ છે (૪) જુનાસાવર ગૌચરણમાં દેશી તથા ગાંડા બાવળો પુષ્કળ પ્રમાણમાં છે અને ગામનું પશુધન ખૂબ મોટું છે આ બાવળોને કારણે પશુઓને ચરવા માટે અંદર જઈ શકાય તેમ નથી તેથી આ બાવળો કટીંગ પંચાયત દ્વારા શરુ કરેલ પણ વન વિભાગ દ્વારા આ બાવળના કટીંગ લાકડા લઈ જતા વાહનોને રોકી દંડ કરવામાં આવે છે જેના કારણે અધૂરું કામ જે બંધ થયેલ છે આ બાબતે મામલતદાર તથા વન વિભાગને વાતોક પાસ માટે લેખિત રજૂઆત કરેલ છે પણ વાહતુકપાસ કાઢી આપવામાં આવતો નથી તો સત્વરે વાહતુક પાસ મળે તે અંગે રજૂઆત કરેલ છે. (૫) સાવરકુંડલા-રંગોળા રોડે જુનાસાવર દલિતવાસ પાસે વરસાદી પાણીના નિકાલ માટે રોડમાં પાઇપ છે જેના કારણે ગામનું વરસાદી પાણી નિકાલ થતો નથી તો આ પાઇપ ની જગ્યાએ સ્લેબ ડ્રેઇન બનાવવામાં આવે તો આ પ્રશ્ન હલ થાય તેમ છે તો સ્લેબ ડ્રેઇન બનાવવા માંગણી કરેલ છે (૬) જુનાસાવર ગામે નીકળતી શેલ,નાવલી નદીમાં બાવળો તેમજ નદીના વહેણ બંધ થયેલ છે જેના કારણે આ નદીમાં પૂર આવે એટલે નદીના વહેણ બંધ હોવાના કારણે પૂરનું પાણી ખેડૂતોના ખેતરમાં ફરી મળે છે જેના કારણે ખેડૂતોની જમીન દર સોમાસામાં ધોવાણ થાય છે તો આ શેલ તથા નાવલી નદીને પહોળી કરી અડચણરૂપ વહેણમાંથી બાવળો તથા કાંઠાના ભાગે પાળા કરવા માંગણી કરેલ છે ઉપરોક્ત તમામ ખૂબ જ જરૂરી પ્રશ્નોનું સરપંચ શ્રી કલ્પેશભાઈ કાનાણી,મનુભાઈ મુખી ધર્મેન્દ્રભાઈ કાનાણી, ઉપસરપંચ કનુભાઈ રાઠોડ,નરેશભાઈ બગડા,હિંમતભાઈ ઝાલાવાડીયા, છગનભાઈ સાથલિયા,હિંમતભાઈ ખિમાણિયા તથા ગામ આગેવાનો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવેલ છે
