Gujarat

જુનિયર ક્લાર્કની પરીક્ષા સંદર્ભે વીજ પુરવઠો ખોરવાઈ નહીં એ માટે ખોદકામ કરવા પર પ્રતિબંધ

રવિવારે યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષા સંદર્ભે વીજ પુરવઠો ખોરવાઈ નહીં એ માટે ખોદકામ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ જૂનાગઢ જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી  દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જૂનાગઢ જિલ્લાના વિવિધ કેન્દ્રો પર તારીખ ૨૯/૧/૨૦૨૩ના રોજ જુનિયર ક્લાર્ક (વહીવટ/ હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાનાર છે.

 આ પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો ખોરવાઈ નહીં તે હેતુસર ખોદકામ કરવા પર પ્રતિબંધ મૂકવા  ફરમાવતો જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ જુનિયર ક્લાર્ક સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ખલેલ ન પહોંચે તે હેતુસર પરીક્ષાના દિવસે વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે તારીખ ૨૯/૧/૨૦૨૩ ના રોજ સવારના ૮ કલાક થી  ૧૩ કલાક  દરમિયાન કોઈ પ્રકારનું ખોદકામ કરવું નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *