Gujarat

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે “Think the Best Do the Best” વિષય પર વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે નેશનલ એગ્રીકલ્ચરલ હાયર એજ્યુકેશન પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટિટ્યૂશનલ ડેવલોપમેન્ટ પ્લાન હેઠળ કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટીયાની પ્રેરણાથી “Think the Best Do the Best” વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનાં મુખ્ય વક્તા ગુજરાતનાં પ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકર અને લેખક શ્રી શૈલેષભાઈ સગપરિયાએ તેઓની રસાળ શૈલીમાં આપણાં ભારતીય શાસ્ત્રોનાં અનુસંધાને વિષયને અનુરુપ જીવનમાં સફળતા મેળવવામાં વિવિધ પાસાઓ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા.  કાર્યક્રમનાં અંતમાં વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના સંશોધન નિયામકશ્રી ડો. એચ. એમ. ગાજીપરા, કુલ સચિવશ્રી, ડો.પી. એમ. ચૌહાણ, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓના નિયામકશ્રી  ડો. આર. એમ. સોલંકી, તમામ કોલેજના આચાર્ય અને ડીનશ્રી, ડો. એન. કે. ગોંટિયા, ડો. ડી. કે.વરુ, ડો. સી. ડી. લખલાણી સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનાં આયોજન માટે નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓ અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી, તેમ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *