Gujarat

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આંતર મહાવિદ્યાલયો/પોલીટેકનીક વચ્ચે ખેલકૂદ સ્પર્ધા યોજાઈ              

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓની આંતર મહાવિદ્યાલયો/પોલીટેકનીક ખેલકૂદ સ્પર્ધાઓનું કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય, જૂનાગઢ અને કૃષિ પોલિટેકનીક, સીદસરના યજમાનપદે યુનિવર્સિટીના જૂનાગઢ જીમખાના મેદાન ખાતે યોજાઈ હતી.  આ આંતરમહાવિદ્યાલય / પોલીટેકનીક ખેલકૂદ સ્પર્ધાઓના વિવિધ પ્રકારની ઇવેન્ટ દોડ, ચક્રફેક, બરછી ફેક, ગોળા ફેક, હાઈ જમ્પ, લોન્ગજમ્પ, વિગેરેમાં જૂનાગઢકૃષિ યુનિવર્સિટીની પાંચ વિદ્યાશાખાઓ તથા છ પોલીટેકનીકોના ૧૮૨ સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ આંતર કોલેજ ખેલકુદ સ્પર્ધાના ઉદ્ઘાટન સમારોહના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ કૃષિયુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. વી.પી ચોવટીયા, ઉદઘાટક અને મુખ્ય મહેમાન કોમર્સ અને લો કોલેજના પ્રિન્સીપાલ ડો. એમ. પી. ત્રાડા,વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિના નિયામકશ્રી ડો. આર.એમ.સોલંકી,વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો.એચ.એન.ગાજીપરા, કૃષિ ઈજનેરી વિદ્યાશાખાના પ્રિન્સીપાલ અને ડીનશ્રી ડો. એન.કે.ગોટીયા, વિવિધ વિદ્યાશાખાના પ્રિન્સીપાલશ્રીઓ ડો.એસ.જી. સાવલિયા,ડો.ડી.કે.વરૂ,ડો.સી.ડી.લખલાણી,કૃષિ પોલિટેકનીક-સીદસરના આચાર્યશ્રી ડો.કે.બી.પટેલ, કાર્યપાલક ઇજનેરશ્રી ભરતસિહ ઉમ્મટ તથાકૃષિ ઈજનેરી મહાવિદ્યાલયના જીમખાના ચેરમેન ડો. સંજય ચોલેરા વિગેરે દ્વારા દીપ પ્રાગટ્યથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ.  સમારોહના અધ્યક્ષ ડો. વી. પી. ચોવટિયા દ્વારા વિદ્યાર્થીઓને ખેલદિલી પૂર્વક રમવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાન ડો. એમ. પી. ત્રાડા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી મુક્ત રહેવા અને મોબાઇલનો શૈક્ષણિક હેતુ માટે ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ડો. આર. એમ.સોલંકીએ ઉપસ્થિત સ્પર્ધકોને ખેલદિલીપૂર્વક રમીને તેમનું કૌશલ્ય બતાવવા માટે અનુરોધ કર્યો હતો. કાર્યક્રમને અંતે ઉપસ્થિત સર્વેનું આભાર દર્શન કૃષિ પોલિટેકનીકનાં આચાર્યશ્રી ડો. કે.બી.પરમાર દ્વારા કરવામાં આવ્યું હતુ. જયારે સમગ્ર ઉદ્ઘાટન સમારોહનું સંચાલન યુવા મદદનીશ પ્રાધ્યાપક ડો. પી. આર. દાવરા એ કર્યું હતુ.

        વિવિધ ખેલકુદ સ્પર્ધાના અંતે ઇન્ડોર સ્પોર્ટ્સ સ્ટેડીયમ ખાતે વિજેતાઓનો ઈનામ વિતરણનો સમારોહ યોજાયો હતો. જેમા વિજેતાઓને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.વી.પી.ચોવટીયા,વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિના નિયામકશ્રી ડો.આર.એમ.સોલંકી, કૃષિ ઈજનેરી કોલેજના પ્રિન્સીપાલ અને ડીન ડો. એન. કે.ગોટીયા, કૃષિ યુનિવર્સીટીના કુલસચિવશ્રી ડો. પી. એમ. ચોહાણ, બાગાયતકોલેજનાપ્રિન્સીપાલ અને ડીનશ્રીડો. ડી. કે. વરૂ, કૃષિ પોલિટેકનીકના આચાર્ય ડો. કે. બી. પટેલતથાકૃષિ ઈજનેરીકોલેજના જીમખાના ચેરમેન ડો. સંજય ચોલેરા દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતુ.  આ કાર્યક્રમને સફળ બનાવવા કૃષિ ઈજનેરી વિદ્યાશાખાના ડો. એમ. એસ. દુલાવત, મિતેશ દવે, તેમજ ફીઝીકલ ઈન્સ્ટ્રકરર્શ્રીઓ કાનાણી તથા દિનેશ ભૂત તેમજ વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિના પાર્થ માથુકીયા, હાર્દિક પટેલ તેમજ અન્ય સ્ટાફ મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *