જૂનાગઢ જિલ્લાનાં ઉત્સાહી અને ઉર્જાવાન રોજગાર ઇચ્છુકોને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર જિલ્લાનાં ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય સી.વી.એમ. કંપની જૂનાગઢ તથા રેડેક્ષ એન્ટરપ્રાઈઝ પ્રા.લી. અમદાવાદ (બાવળા) કંપની ખાતે ખાલી પડેલ વિવિધ જગ્યાઓ માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરૂપ એસ.એસ.સી., થી સ્નાતક તેમજ આઈટીઆઈ તમામ ટ્રેડની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી જૂનાગઢ, દીવાન ચોક ખાતે તા.૧૨/૦૫/૨૦૨૩ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે કરવામાં આવેલ છે.
પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signupપરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી,જૂનાગઢ ના કોલસેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા જણાવવામાં આવે છે.