જૂનાગઢ જિલ્લામાં બાળ મજૂરી પ્રથા નાબૂદી સંદર્ભે કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં જિલ્લા ટાસ્ક ફોર્સની બેઠક મળશે. કલેકટર કચેરી ખાતે તા.૩૧-૫-૨૦૨૩ના મળનાર આ બેઠકમાં બાળ મજૂરી પ્રથા નાબૂદી માટે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. જેમાં પોલીસ પંચાયત શિક્ષણ રોજગાર સમાજ કલ્યાણ સહિતના વિભાગના જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
