Gujarat

જૂનાગઢ જિલ્લામાં મકાન ભાડે આપતા પહેલાં પોલીસને જાણ કરવી ફરજિયાત

જૂનાગઢ જિલ્લામાં પ્રવર્તમાન સ્થિાતી સંદર્ભે મકાન માલીક જયારે મકાન ભાડે આપે ત્યાયરે નિયત ફોર્મમાં સંબંધિત પોલીસ સ્ટેજશનને જાણ કર્યા સિવાય કોઇ વ્યંકિત મકાન ભાડે આપી શકશે નહીં. તેમ એક આદેશ જારી કરી જૂનાગઢ અધિક જિલ્લામ મેજીસ્ટ્રેટશ્રી પી.જી.પટેલ એ જણાવ્યુંબ છે. આ આદેશ તાત્કાલીક અસરથી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે.

મકાન માલીકે પોલીસને સાત કોલમમાં વિગતો આપવાની રહેશે. જેમાં પ્રથમ કોલમ અનુક્રમ, બીજી કોલમમાં મકાન માલીકનું નામ, સરનામું અને ટેલીફોન/મોબાઇલ નંબર તથા ભાડે આપેલ મકાનની વિગત, જેમાં કયા વિસ્તારમાં મકાન આવેલ છે. અને આ મકાનનું બાંધકામ કેટલા ચોરસ મીટરમાં છે તેની વિગત, કોલમ ત્રણમાં મકાન ભાડે આપવા સત્તા ધરાવતા વ્યકિતનું નામ, સરનામું, ટેલીફોન નંબર/મોબાઇલ નંબર, ચોથા કોલમમાં મકાન કઇ તારીખથી આપેલ છે. તથા માસીક ભાડું કેટલું છે. કોલમ પાંચમાં જે વ્યકિતને મકાન ભાડે આપેલ છે. તેનું પુરૂ નામ, હાલનું સરનામું, ટેલીફોન/મોબાઇલ નંબર ફોટા સાથે, કોલમ છમાં જે વ્યકિતને મકાન ભાડે આપેલ છે. તેમના મુળ વતનનું પાકુ સરનામું તથા ઓળખતા ત્રણ સગા સબંધીના નામ અને સરનામા, કોલમ સાતમાં મકાન માલીકને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યકિતનું નામ, સરનામું, ટેલીફોન/મોબાઇલ નંબર રહેશે. આ આદેશનો ભંગ કરનાર વ્યરકિત ભારતીય દંડ, સંહીતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *