Gujarat

જૂનાગઢ જિલ્લામાં શિક્ષણથી વંચિત રહી ગયા હોય તેવા ૬ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોનો સર્વ શિક્ષા અંતર્ગત સર્વે હાથ ધરવામાં આવશે

શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોને શિક્ષણ મળી રહે તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શિક્ષણથી વંચિત રહી ગયા હોય તેવા ૬ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોનો સમગ્ર જૂનાગઢ જિલ્લામાં સર્વ શિક્ષા અંતર્ગત સર્વે હાથ ધરવામાં આવશે.

સર્વ શિક્ષા અંતર્ગત હાથ ધરવામાં આવનાર આ સર્વેમાં ધો.૧ થી ધો.૧૨ સુધીનું શિક્ષણ ન મેળવ્યું હોય તેવા તમામ ઉપરાંત અધવચ્ચેથી શાળા છોડી દીધી હોય તેવા બાળકો અને તે ઉપરાંત દિવ્યાંગ હોય તેવા બાળકો સહિતના ૬ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોને, જિલ્લાની તમામ પ્રાથમિક શાળા મારફત આ સર્વેમાં આવરી લેવામાં આવશે. તા.૨૦ જાન્યુઆરી, ૨૦૨૩ સુધી આ સર્વે શરુ રહેશે. જિલ્લાના આ સર્વે અંતગર્ત આવરી લેવાના થાય તેવા બાળકો જો કોઈના ધ્યાને હોય અથવા જાણમાં આવે તો જિલ્લાની જાહેર જનતાને આ કામગીરીમાં સહભાગી થવા માટે જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટર-વ-જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *