જૂનાગઢ ના આર્થિક મધ્યમ વર્ગના મહિલાનો 40 ગ્રામ સોનાના ચેન અને રોકડ રૂ. ૨,૫૦,૦૦૦/- ની કીંમતનુ ખોવાય ગયેલ પર્સ જૂનાગઢ પોલીસે શોધી કાઢ્યું
૪૦ ગ્રામ સોનાના ચેન તથા રોકડ રૂપીયા સાથે કુલ રૂ. ૨,૫૦,૦૦૦/- ની કીંમતનુ પર્સ નેત્રમ શાખા તથા ભવનાથ પો.સ્ટે. દ્રારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી ફ્ક્ત ૨ કલાકમાં શોધી આપેલ._
_તુપ્તીબેન દીક્ષીતભાઇ ભટ્ટ આલ્ફા સ્કૂલ સામે જૂનાગઢ ખાતે રહેતા હોય અને પોતાના અંગત કારણસર ભવનાથ વિસ્તારથી જયશ્રી રોડ તરફ જવા માટે ઓટો રીક્ષામાં બેઠેલ, જયશ્રી રોડ ઉતરતા *તેમની સાથે રાખેલ ૧ પર્સ કે જેમાં ૪૦ ગ્રામ સોનાના ચેન તથા રોકડ રૂપીયા હતા, તે પર્સ ઓટો રીક્ષામાં જ ભુલી ગયેલ,* તેઓએ ઓટો રીક્ષા શોધવા પ્રયત્ન કરેલ, પરંતુ ઓટો રીક્ષા મળેલ નહી, સોનાના ચેન તથા રોકડ રૂપીયા સહીતનુ કુલ ૨,૫૦,૦૦૦/- ની કિંમતનું પર્સ ભવિષ્યમાં મળવુ મુશ્કેલ હોય, તેઓના પતી પણ કોરોના કાળમાં મૃત્યુ પામેલ હોય અને તૃપ્તીબેન અને તેમના પરીવાર આર્થીક રીતે મધ્યમ પરીસ્થીતીમાં ગુજરાન ચલાવતા હોય તેઓએ તેમના વ્યથિત મને આ બાબતની જાણ જીલ્લાના નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) અને ભવનાથ પોલીસ સ્ટાફ દ્રારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._ તૃપ્તીબેન ભટ્ટ જે સ્થળેથી ઓટો રીક્ષામાંથી ઉતરેલ તે સ્થળના *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV* ફૂટેજ ચેક કરી ઓટો રીક્ષાના નંબર GJ 01 DX 0098 શોધેલ. CCTV કેમેરા દ્રારા ઓટો રીક્ષાને ટ્રેક કરતા જાણવા મળેલ કે ઓટો રીક્ષા ભવનાથ પો.સ્ટે. વિસ્તારના લંબે હનુમાન મંદિર પાસે હાલ હોય જેથી પી.એસ.આઇ. પી.એચ.મશરૂ દ્રારા ભવનાથ પો.સ્ટે.ના પી.એસ.આઇ. એમ.સી.ચુડાસમાંને વીગતવાર માહીતી જણાવેલ, ભવનાથ પી.એસ.આઇ. એમ.સી.ચુડાસમાં દ્રારા ભવનાથ એ.એસ.આઇ. રામદેભાઇ બામરોટીયા, હે.કો. રાજુભાઇ ઉપાધ્યાય, પો.કોન્સ. રાજુભાઇ ગળચર, રોહીતભાઇ હડીયાની ટીમ બનાવી નંબર આધારે ઓટો રીક્ષાની તપાસ કરતા GJ 01 DX 0098 ની ઓટો રીક્ષા લંબે હનુમાન મંદિર સામેથી મળી આવેલ, તે આધારે ઓટો રીક્ષા ચાલક અરજણભાઇ રાજાભાઇ ખાંભલાને *ભવનાથ પો.સ્ટે. ખાતે લાવી પોલીસ સ્ટાફ દ્રારા આકરી ભાષામાં પૂછપરછ કરતા અરજણભાઇ દ્રારા પોતાની ઓટો રીક્ષામાં કોઇ પેસેન્જર પર્સ ભુલી ગયાનુ જણાવેલ, પરંતુ આ પર્સ કોનુ છે? તે તેમને ખ્યાલ ન હતો, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ તથા ભવનાથ પોલીસ સ્ટાફ દ્રારા ફ્ક્ત ૨ કલાકમાં ૪૦ ગ્રામ સોનાના ચેન તથા રોકડ રૂપીયા સાથે કુલ રૂ. ૨,૫૦,૦૦૦/- ની કીંમતનુ પર્સ શોધી અને તૃપ્તીબેન દીક્ષીતભાઇ ભટ્ટને પરત આપેલ.
રિપોર્ટર, મહેશ કથિરીયા




