આગામી પાંચમી જૂનનાં પર્યાવરણ દિવસ અનુલક્ષીને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના પુરાતત્વ નિયામક અને સંગ્રહાલય ખાતું તથા ક્યૂરેટર જૂનાગઢ મ્યુઝિયમ જૂનાગઢ દ્વારા ૦૫મી જુન સોમવારના વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરાયું છે.
જૂનાગઢ સંગ્રહાલય ઓપેરા હાઉસ ખાતે સવારે ૧૦ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી વૃક્ષોનું મહત્વ સમજ આપવાની સાથે આ વિશેષ કાર્યક્રમ યોજાશે. એમ સંગ્રહાલય ક્યૂરેટર ડો. શેફાલિકા અવસ્થીએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
