જૂનાગઢ સ્મોલ આર્મ ફાયરીંગ રેન્જ, ૮ ગુજ બીએન એનસીસી ગ્રાઉન્ડ ખાતે તા.૧૬/૦૪/૨૦૨૩ થી તા.૧૫/૦૫/૨૦૨૩ સુધી ૨૨ બોર રાયફલની ફાયરીંગ પ્રેક્ટીસ યોજાનાર હોઇ આ પ્રેક્ટીસ દરમિયાન ફાયરીંગના સ્થળની આજુબાજુનાં વિસ્તારમાં લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ફાયરીંગ પ્રેક્ટીસ દરમિયાન તે વિસ્તારમાં લોકો તથા વાહનોની અવર-જવર ભયજનક જણાતી હોઇ જાહેર સલામતીના હેતુસર અધિક જિલ્લા કલેક્ટર શ્રી પી.જી.પટેલનેમળેલ સત્તાની રૂએ જૂનાગઢ સ્મોલ આર્મ ફાયરીંગ રેન્જ, ૮ ગુજ બીએન એનસીસી ગ્રાઉન્ડ આજુબાજુના ૧ કીમી વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોની પ્રવેશ બંધી ફરમાવી છે. આ જાહેરનામુ તા.૧૬/૦૪/૨૦૨૩ થી તા.૧૫/૦૫/૨૦૨૩(બંને દિવસો સહિત) સુધી સવારના ૭-૩૦ કલાકથી ૧૮-૩૦ કલાક સુધી(દૈનિક ધોરણે) અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સને-૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમ-આંક-૨૨ની કલમ-૧૩૧માં દર્શાવેલ શિક્ષાને પાત્ર ઠરશે.
