Gujarat

જૂનાગઢના ગડુ-ચોરવાડ રોડ પર રિક્ષા અને ટ્રક વચ્ચે થયો અકસ્માત, ૩ લોકોનાં મોત

જૂનાગઢ
જૂનાગઢના ગડુ-ચોરવાડ હાઈવે પર ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્‌યો હતો. રિક્ષામાં સવાર ત્રણ લોકોનાં મોત નિપજ્યા હતા. જૂનાગઢના ગડુ-ચોરવાડ હાઈવે પર સવારે ટ્રક અને રિક્ષા વચ્ચે જાેરદાર ટક્કર થઈ હતી. જેમાં રિક્ષામાં સવાર એક મહિલા સહિત ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે સાત જેટલા લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને થતા તેઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. અકસ્માત અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

File-01-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *