જુનાગઢ
જૂનાગઢનો એ યુવક કે જે પૈસા કમાવાની લાલચમાં વિદેશમાં ગયો હતો પરંતુ તે ૨૪ દિવસ મ્યાનમારમાં નર્કે જેવી જિંદગી જીવ્યો હતો. જેની દર્દભરી દાસ્તાન સાંભળી પરિવારજનોનાં આંસુ રોકાતાં ન હતાં. યુવકને મ્યાનમારની કંપનીએ ગ્રાહકો શોધવા માટે ટાર્ગેટ આપ્યો હતો જાે પૂરો ન થાય તો ઝાડ પર લટકાવી પાઈપો મારવામાં આવતી હતી. તેમજ ૫-૫ દિવસ ભૂખ્યો રાખવામાં આવતો હતો. પરત વતન જવા દેવા માટે કંપનીએ ૭ હજાર ડોલરની માગ કરી હતી. જેથી પરિવારજનોએ જેમ-તેમ કરીને પૈસા ભેગા કરીને યુવકને આ કંપનીના ચુંગાલમાંથી છોડાવ્યો હતો. અને આજકાલ તો વિદેશમાં જવાની ઘેલછા ગુજરાતીઓ તેમજ ભારતીયો સતત વધી રહી છે. જાેકે, વિદેશમાં અનેક લોકોને કડવો અનુભવ થતો હોય છે આવો જ એક કડવો અનુભવ જૂનાગઢના બાબરા ગીર ગામના કિશનવાળા નામના યુવકને થયો હતો. ઓનલાઇન એપ્લિકેશન મારફતે નોકરી મેળવી પરિવારને ખુશ રાખવા અને પૈસા કમાવા યુવક મ્યાનમાર ગયો હતો. જ્યાં તેને કંપની દ્વારા ઇન્વેસ્ટમેન્ટનું કામ કરાવવામાં આવતું હતું. કંપની દ્વારા ગ્રાહકો લાવવા માટે ટાર્ગેટ આપવામાં આવતો હતો. તેમજ જે દિવસે કંપનીએ આપેલા ટાર્ગેટ મુજબ ગ્રાહકો ન મળે તે દિવસે યુવકને માર મારવામાં આવતો હતો અને જમવાનું પણ આપવામાં આવતું ન હતું. સૌ પ્રથમ તો કંપની દ્વારા કિશન વાળાને એક મહિનાનો ૧૦૦૦ યુ.એસ ડોલર જેટલો પગાર આપવામાં આવશે તેવું કહ્યું હતું, પરંતુ કિશન વાળા મ્યાનમાર પહોંચતા કંપનીએ કહેલી કોઈપણ વાત સાચી ન હતી. વધુમાં વધુ ગ્રાહકો શોધવા માટે કહેવાતું અને જાે ગ્રાહકો ન મળે તો પાઇપથી માર મારવામાં આવતો અને જમવાનું પણ ન અપાતું. આ અંગે કિશન વાળાએ જણાવ્યું હતું કે, કંપની દ્વારા એક મહિનાનો ૧૦૦૦ યુ.એસ ડોલર જેટલો પગાર આપવામાં આવશે તેવું કહ્યું હતું, પરંતુ મ્યાનમાર પહોંચતા જ કંપનીએ કહેલી કોઈપણ વાત સાચી ન હોવાની જાણ થઈ હતી. વધુમાં વધુ ગ્રાહકો શોધવા માટે કહેવાતું અને જાે ગ્રાહકો ન મળે તો પાઇપથી માર મારવામાં આવતો અને જમવાનું પણ ન અપાતું. કિસન વાળાએ વધુમાં જણાવ્યું હતું કે, કંપની દ્વારા છેતરપિંડીનો ભોગ બન્યા બાદ તેણે પોતાના ઘરે જવા માટે કહેતા કંપનીએ પરિવાર પાસે પોતાના ઘરે જવું હોય તો ૭૦૦૦ ડોલરની માંગણી કરી હતી. કિશન વાળા પૈસા આપવા રાજી થઈ ગયો હતો છતાં પણ રૂપિયા આપવામાં મોડું થતા કિશન વાળાને હાથમાં હાથકડી પહેરાવી ઝાડ સાથે ઊંધો લટકાવી માર મારવામાં આવતો હતો. સમગ્ર વાસ્તવિકતાની જાણ ભોગ બનનાર યુવક કિશન વાળાએ પોતાના પરિવારને કરતા પરિવારે કંપનીને રૂપિયા મોકલ્યા હતા. જેથી કિશન વાળા હેમખેમ પરત ફર્યો હતો.