જૂનાગઢના પંચેશ્વર વિસ્તારમાં વિશ્વ માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી દ્વારા બેટી બેચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત હાલમાં જ રિવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે દરેક દીકરીઓને માસિક ધર્મ અને આરોગ્ય વિશે માહિતી મળે તે હેતુથી વઘુ ને વધુ જાગૃતિ કાર્યક્રમો નું આયોજન કરવા સૂચના આપવામાં આવેલ હતી. તેની અમલવારી અર્થે તા. ૨૮ મે વિશ્વ માસિક સ્રાવ સ્વચ્છતા દિવસ ની ઉજવણી નિમિતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકના સખી વન સ્ટોપ સેન્ટર જૂનાગઢના કર્મચારી દ્વારા જૂનાગઢના પંચેશ્વર વિસ્તારની કિશોરીઓને માસિક સ્વરછતા અંગેની સમજ તેમજ માસિક સ્રાવ દરમિયાન રાખવાની સ્વચ્છતા અને કાળજી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તેમજ કિશોરીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને તેના નિયમિત ઉપયોગ માટે જાગૃત કરવામાં આવ્યા હતા. ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળની વિવિધ યોજનાઓની માહિતી પણ આપવામાં આવી હતી.


