જેતપુરના એસ.ટી.ડેપોને નવી બે બસો ફાળવતા આજે વિધીવત રીતે લોકાર્પણ કરી રૂટ શરૂ કરવામાં આવ્યો હતો.
જેતપુરમાં બસ સ્ટેન્ડમાં આજે સાંજે ડેપો મેનેજર હિરીબેન કટારાની અધ્યક્ષતામાં સરકારમાંથી આવેલ બે નવી બસોને વિધીવત રીતે લોકાર્પણ કાર્યક્રમ હાથ ધરાયો હતો.
આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો હાજર રહીને શાસ્ત્રોતકવિધી મુજબ લોકાર્પણ કરી જેતપુર-કૃષ્ણનગર તથા જેતપુર-દિવ રૂટમાં નવી બસોને ફાળવવામાં આવેલ છે. હાલ જેતપુરમાં ૫૩ સેડ્યુલ મંજુર કરેલ છે, પરંતુ ડ્રાઇવર-કંડકટર તેમજ બસની અછતને કારણે ૪૩ રૂટ કાયમી દોડાવવામાં આવે છે. જ્યારે વર્ષો જુની જેતપુર-ચુડા-બગસરા રૂટસવારે વહેલી ૫ વાગ્યાની બસ તેમજ જેતપુર-આંબરડી આ બંન્ને રૂટની બસના ફેરા કોરોના બાદ બંધ કરેલ હોય તે લલીત રાદડીયા સમક્ષ ગ્રામ્યવાસીઓએ રજુઆત કરતા તાત્કાલીક ધોરણે ચાલુ કરવા એટીઆઇ રામકુભાઇને સુચના આપવામાં આવી હતી.
( ફોટો હરેશ ભાલીયા )


