Gujarat

જેતપુર તાલુકાના વાડસડા નજીક કાર સાથે અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત.

મૃતક આધેડ જેતપુરના ખીરસરા રોડ ઉપરનાં રહીશ.
જેતપુર તાલુકાના વાડસડા નજીક કારે બાઇકને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત થયો હતો. આ ગોઝારી ઘટનામાં બાઇકચાલક આધેડને કાળ ભેટી જતા પરિવારજનોમાં હોસ્પિલ ખાતે રોકકળાટ ફેલાયો છે આ મામલે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદની  પોલીસે કાર્યવાહી આગળ ધપાવી છે.
ઘટનાની જાણવા મળતી વિગત અનુસાર જેતપુરના ખીરસરા રોડ નજીક રહેતા ચંદુભાઈ બાલુભાઈ પરમાર ઉ.વ. 55 નામના આધેડ
પોતાના મોટરસાયકલ મારફતે જેતપુર તાલુકાના વાડસડા ગામની રોડ પરથી જઇ રહ્યા હતા. આ વેળાએ વાયુ વેગે આવતી જી.જે-5 સી.એન.0321 નંબરની કારના ચાલકે બાઈકને ઠોકર લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં બાઈકચાલક આધેડને ગંભીર ઇજા થતા તેને સારવાર મળે તે પહેલા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજયું હતું.આ ઉપરાંત કારચાલક પણ ઇજાગ્રસ્ત બન્યો છે, અને તેને જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે.

IMG-20230301-WA0116.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *