Gujarat

જેતપુરના ખજુરી ગુંદાળા અને ખીરાસરા વચ્ચેથી પસાર થતી ભાદર કેનાલ ઓવર ફ્લો થતાં અનેક ખેતરોમાં પાણી ફરી વળ્યા : ખેડૂતોને નુકશાની

પેટા
હજારો એકરોમાં ઉભેલા પાકને વ્યાપક નુકશાન : ખેડૂતોએ કેનાલ પર દોડી જઈને ઠાલવ્યો રોષ
જેતપુર નજીકના ખજુરી ગુંદાળા અને ખીરાસર ગામ પાસે આજે ભાદર કેનાલ ઓવર ફ્લો થતાં લાખો ગેલન પાણી આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોએ ઉભેલા પાકમાં વ્યાપક નુકશાની થઈ હોવાની ફરિયાદો કરી છે.
જાણકારો કહે છે કે દર વર્ષે લાખો રૂપિયા આપીને ભાદર ઇરિગેશન તંત્ર કેનાલો  સાફ કરાવતું હોય છે પણ વ્યાપક ગેરરીતિ ને લીધે બરાબર સાફસફાઇ ન થઈ હોવાથી યેનકેન પ્રકારે અનેક વખત કેનાલ ઓવરફ્લો થતી હોવાથી લાખો ગેલન પાણી વેડફાઇ જાય છે. એટલું જ નહીં આવું કેનાલમાંથી છલકાયેલું પાણી આજુબાજુના વાડી ખેતરોમાં ફરી ફાલતુ હોવાથી ખેડૂતોને ઉભેલા પાકમાં વ્યાપક નુકશાની થાય છે.
આવી જ vaat આજે બની જતાં ખેડૂતો બુમરાણ સાથે કેનાલ પર ઉમટી પડ્યા હતા અને તંત્ર વિરુદ્ધ આક્ષેપો કરીને ખેતપાકમાં પહોંચેલા નુક્શાનનું તાકીદે વળતર ચૂકવવા માંગ કરી હતી. આ બાબતે જે હોય તે પણ તંત્ર દર વર્ષે કેનાલ સફાઇન નામે વ્યાપક ગેરરીતિ કરે છે તેની સાબિતી આવી રીતે અવારનવાર કેનાલ ઓવરફ્લો થઈ જાય છે. આ વાતમાં સરકાર અને ખેડૂતોને બંનેને નુકશાની ભોગવવી પડતી હોવાનું પણ ખેડૂતો જણાવે છે.
(ફોટો : હરેશ ભાલીયા- જેતપુર )

IMG_20230217_195755.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *