જૂનાગઢ ગામે રહેતા ભાવેશભાઈ જેન્તીભાઈ વિરાણી ઉવ ૪૫ નામના યુવાન જેતપુર શહેરમાં કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરે છે. અને વ્યવસાયને કારણે દરરોજ જૂનાગઢથી જેતપુર બુલેટ લઈ અપડાઉન કરે છે. જેમાં આજે સવારે નિત્યક્રમ મુજબ જૂનાગઢથી બુલેટ પર જેતપુર આવતા હતાં ત્યારે જેતલસર ગામ પાસે કોઈ કારણસર તેમનું બુલેટ સ્લીપ થઈ જતાં તેઓ જમીન પર પટકાયા હતાં. જમીન પર પટકવાથી તેનો માથાનો ભાગ ફાટી ગયો અને હેમરેજ થઈ ગયું હતું. ત્યાંથી નીકળતા કોઈ રાહદારીઓ ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરતા તેઓને તરત જ સારવાર માટે ૧૦૮ મારફત જેતપુર સરકારી હોસ્પીટલ લાવવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતાં. મૃતકનો સંતાનમાં એક દીકરી હોવાનું તેમજ તે જેતપુરના મનીષા ફેલ્ટ વાળા કારખાનાના માલિકના જમાઈ થતાં હોય હોસ્પીટલે ઉદ્યોગપતિઓના ટોળા ઉમટી પડ્યા હતાં.
