Gujarat

જેતપુરના પેઢલામાં 15 વર્ષની પટેલ સગીરાનું અપહરણ

સમાજના આગેવાનો એકઠા થતા આરોપી ખાંટ યુવાન અને ભોગ બનનાર પોલીસ સમક્ષ હાજર થયા
જેતપુર તાલુકાના પેઢલા ગામમાં 15 વર્ષની પટેલ સગીરાનું અપહરણ, સામાજના આગેવાનો એકઠા થતા આરોપી ખાંટ યુવાન અને ભોગ બનનાર પોલીસ સમક્ષ હાજર થયા હતા. આરોપી રાહુલ મોરી સામે સગીરાના અપહરણનો ગુનો દાખલ કરાયો છે. 10 માસથી પ્રેમ સંબંધ હોય આરોપી બાઈક પર ભગાડી ગયો હતો. આરોપીએ સગીરાને પેઢલા ચોકડીએ બોલાવી બાઈક પર સાસણ ગીર બાજુ લઈ ગયો હતો. સમાજના આગેવાનોએ યુવાનના પિતાને સગીર દીકરી અને તેના પુત્રને હાજર કરવા જણાવ્યું હતું જે પછી આરોપી અને ભોગ બનનાર સામેથી હાજર થયા હતા.
આ અંગે જેતપુર તાલુકા પોલીસ મથકે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું મુજબ, સગીરાના પિતા જેતપુર તાલુકાના પેઢલામાં પરિવાર સાથે રહે છે. ખેતી કામ કરે છે. તેમને સંતાનમાં બે દીકરીઓ તથા એક દીકરો છે. જેમાં સૌથી મોટી દીકરી 15 વર્ષ અને 3 માસની છે. ગઇ તા.22 મે ના રોજ સવારના પોણા આઠેક વાગ્યે સગીરાના પિતા, માતા અને કાકા પોતાની વાડીએ ગયેલા.
સગીરા અને સગીરાના દાદી ઘરે એકલા હતા. દરમિયાન દાદી ઘરના ઉપરના માળે છાશ ફેરીને નીચે આવ્યા ત્યારે જોયું તો સગીરા હાજર નહોતી. આડોશ પાડોશમાં તપાસ કરી પણ સગીરાના કોઇ સમાચાર મળેલ નહીં. વાડીએ ગયેલા સગીરાના પિતા અને કાકાને જાણ કરતા બધા ઘરે આવેલા. તપાસ કરતા પણ સગીરા મળી ન આવતા પટેલ સમાજના આગેવાનોને વાત કરી હતી. પરિવારજનો, કૌટુંબીજનો એકત્ર થતા આ અંગે શું કરવું તે માટે ચર્ચા થઈ હતી.
જેમાં દીકરી ફોન રાખતી કે નહીં? તેવું સમાજના આગેવાનો પૂછતાં સગીરા તેના પિતાનો ફોન ક્યારેક ક્યારેક ઉપયોગ કરતી હોવાનું જાણવા મળેલ. મોબાઈલ તપાસતા એક અજાણ્યા નંબર મળેલા, જે ટ્રુ કોલરમાં જોતા રાજ મોરી નામ લખેલું આવ્યું હતું. પેઢલામાં જ તપાસ કરતા આ નંબર રાહુલ રામસિંગ મોરી(રહે. પેઢલાના હોવાનું જાણવા મળતા. સમાજના આગેવાનો સાથે રાહુલના ઘરે તપાસ કરતા રાહુલના પિતાએ વાત કરેલી કે, તેનો પુત્ર સવારથી ઘરે નથી અને મોબાઈલ પણ બંધ આવે છે.
આ તરફ ગામના પટેલ સમાજના આગેવાનોએ રાહુલના પિતાને જણાવ્યું હતું કે, સગીર દીકરી તથા તેના દીકરો રાહુલ જ્યાં હોય ત્યાંથી તપાસ કરી અમારી સામે હાજર કરો. જે પછી તે દિવસે રાત્રે જ સગીરા અને આરોપી યુવાન રાહુલ મોરી બન્ને જેતપુર તાલુકા પોલીસ મથકે હાજર થઈ ગયા હતા. જે પછી હાજર થયેલી સગીરાએ જણાવેલ કે, રાહુલ મોરી સાથે છેલ્લા દશેક મહીનાથી પ્રેમ સંબંધ હતો. મોબાઇલ ફોનમાંથી વાતો કરતા. રાહુલે તેની સાથે જવાનું કહેતા સગીરા પેઢલા ચોકડીએ પેટ્રોલ પંપે આવતી રહેલ અને ત્યાંથી રાહુલ મોટર સાઇકલમાં બેસાડી મને સાસણ ગીર બાજું લઇ ગયો હતો. દરમિયાન રાહુલને કોઇકનો ફોન આવતા તે સગીરા સાથે પોલીસ સ્ટેશને હાજર થયો હતો.
જેતપુર તાલુકા પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી બદકામ કરવાના ઇરાદાથી લલચાવી ફોસલાવી મોટર સાઇકલમાં ભગાડી લઇ જઈ સગીરાનું અપહરણ કર્યા અંગે રાહુલ મોરી વિરુદ્ધ આઇપીસી 363, 366 મુજબ ગુનો દાખલ કર્યો છે. આરોપીએ સગીરા સાથે બદકામ કર્યું છે કે નહીં? તે જાણવા સગીરાની મેડિકલ તપાસ કરવા તજવીજ કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *