જેતપુર તાલુકાના મોણપર ગામે આજે એક ખેતરમાં ભાગિયા તરીકે ખેતકામ કરતાં યુવાનનું ઈલે. મોટર ચાલુ કરવા જતાં અચાનક લાગેલા વિજશોકથી ઘટના સ્થળે જ મોત થતાં ગામમાં શોક વ્યાપ્યો છે. જે પોષતુ તે જ મારતું તેવી કહાવત અક્ષરસઃ સાબિત થતાં મૃતકના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના મોણપરની સીમમાં ગામના જગદીશભાઇ લીલાની વાડીમાં ભાગિયા તરીકે ખેત મજૂરીકામ કરતાં રોહિતભાઈ દેવશીભાઈ ચુડાસમા ઉ. 22 આજે રાબેતા મુજબ વાડીએ ખેતરમાં પાણ માટે ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા ગયા હતા. ત્યારે જોરદાર લાગેલા વીજ કરંટથી તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.
બનાવ બાદ મૃતકની લાશને પીએમ માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. સંબંધિત પોલીસ અપમૃત્યુના કાગળો કરી ધોરણસરની કાર્યવાહી કરી છે.


