સૌરાષ્ટ્રના ઘણા શહેરોમાં રખડતા ભટકતા પશુઓની હડફેટે માનવીના મોત નિપજ્યા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.શહેરથી લઈને ગામડાઓ સુધી રખડતા ભટકતા પશુઓનો ત્રાસ લોકો માટે મુશ્કેલ બન્યો છે.ત્યારે જેતપુર તાલુકાનું નાનું એવુ બોરડી સમઢીયાળી ગામ રખડતા ભટકતા પશુઓ મુક્ત બન્યુ હોવાના અહેવાલો સામે આવ્યા છે.આ સાથે જ ગ્રામજનોએ ગામમાં રખડતા ભટકતા પશુઓના ત્રાસ સામે એક અનોખી જાગૃતા દાખવીને ગૌસેવાનો એક અનોખો સંદેશો પાઠવ્યો છે.
રાજ્યભરમાં રસ્તા પર રખડતા ભટકતા પશુઓનો ત્રાસ લોકો માટે માથાનો દુ:ખાવો બન્યો છે.ત્યારે જેતપુરના બોરડી સમઢીયાળા ગામના ગ્રામજનોએ સ્વેચ્છાએ ગામમાં રખડતા ભટકતા પશુઓ મુક્ત ગામ બનાવીને સરકારને પણ એક અનોખો રાહ બતાવ્યો છે
બોરડી સમઢીયાળા ગામે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા દ્વારા એક ઠરાવ પસાર કરીને ગ્રામજનોને જણાવ્યુ છે કે જો કોઈ પણ ગ્રામજનોના ગાય,વાછરડી,વાછરડા જેવા ઢોર રેઢીયાર ઢોર ગામમાં રખડતા ભટકતા હશે તો તેમને ગૌશાળામાં લઈ જવામાં આવશે અને આ સાથે જ પશુ માલિકને તેમનો રૂપિયા 5000/- દંડ ભરવાનો રહેશે.આ અંગેના પોસ્ટરો પણ ગામનો જાહેર ચોકમાં લગાવવામાં આવ્યા છે.જેમને લઈને જેતપુર તાલુકાનું બોરડી સમઢીયાળા ગામ રખડતા ભટકતા રેઢીયાર પશુઓ મુક્ત બનાવા પામ્યું છે.
ગામમાં ગૌસેવકો દ્વારા બાલમુકુંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આશરે 12 થી 18 વીઘામાં બાળકોના રમત ગમ્મતના મેદાન અને સીસીટીવી કેમેરાથી સજ્જ એક ગૌશાળાનું નિર્માણ કરેલ છે.જેમને લઈને આ ગૌશાળા ગ્રામજનો માટે ગૌસેવાનું એક ધામ પણ બનેલ છે જેમના કારણે રખડતા ઢોર મુક્ત ગામ બન્યું છે


