વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે જેતપુર શહેરમાં જુદી જુદી જગ્યાએ વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા હતા. જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એશો. ના સીઇપીટી સ્થળે રાજકોટ મનપાના આઈએએસ ધીમંત વ્યાસ, તેમજ ડી. સી. વાંકાણી દ્વારા વૃક્ષારોપણ થયું હતું. એ સિવાય સોમનાથ ગાર્ડન હેઠળના વિસ્તારોમાં, ધારેશ્વર જીઆઈડીસી વિસ્તાર, ભાટગામ ખાતે ડાઇંગ એશો. ના ફિલ્ટર પ્લાન્ટ નજીક, જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એશો. ના પ્રમુખ જયંતીભાઈ રમોલિયા સહિતના આશરે 100 ઉદ્યોગપતિઓએ વૃક્ષારોપણ કાર્યક્રમોમાં સહભાગી બન્યા હતા. જેતપુરમાં ઠેકઠેકાણે થયેલા વૃક્ષારોપણના આયોજનોમાં રાજકોટ ઇનર વિલ ક્લબની મહિલા પાંખના આગેવાનો પણ સહભાગી બન્યા હતા. આ તકે મિશન લાઈફ અંતર્ગત પર્યાવરણ જાળવણીના સપથ લેવાયા હતા. અને અહી એકત્ર સૌએ વર્ષ દરમિયાન 3 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવાંનું નક્કી કર્યું હતું.
જેતપુર નજીકની ધવલ સ્કૂલમાં પણ વૃક્ષારોપણ સાથે પ્લાસ્ટિક વેસ્ટની જૈવ પર વિવિધતા અને અસરો અંગે એક નિબંધ સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં વિજેતા ત્રણ વિદ્યાર્થીઓને ઇનામો અપાયા હતા.