ગુજરાતમાં શીતળા,ટીબી,પોલીયો,હાથીપગો જેવા અનેક રોગો ભૂતકાળ બનવા પામ્યા છે.તેમ છતા ડાઈંગ ઉદ્યોગની નગરી ગણાતા જેતપુરમાં ઘણા ટીબીના કેસો સામે આવી રહ્યા છે.જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવેતો જેતપુર સરકારી હોસ્પિટલમાં નોંધાયેલ કેસો મુજબ જેતપુર પંથકમાં હાલમાં 123 જેટલા ટીબીના દર્દીઓ સરકારની સારવાર હેઠળ હોવાની વિગતો સામે આવી છે.તો બીજી તરફ કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ટીબીના દર્દીઓ માટે લખલૂટ ખર્ચાઓ કરવામાં આવી રહ્યા છે
જેતપુરની સરકારી હોસ્પિટલ ટીબીના દર્દીઓની સારવાર માટે આશીર્વાદરૂપ બનવા પામી છે.
ટીબીના રોગ માટે જેતપુર સરકારી હોસ્પિટલ અદ્યતન સાધનોથી સજ્જ હોવાની સાથે આરોગ્ય તંત્ર દ્વારા ટીબીના દર્દીઓની પ્રસન્નીય સારવાર કરવામાં આવી રહી છે.
આરોગ્ય અધિકારી ટીબી વિભાગના ડોકટર વિજય રાઠોડ નાં જણાવ્યા મુજબ સામાન્ય રીતે લોકોમાં ટીબીના રોગ બે પ્રકારના જોવા મળતા હોય છે.જેમાં દર્દીમાં મોટા ભાગે ફેફસાની ટીબી અને શરીરના અન્ય ભાગની ટીબી જોવા મળતી હોય છે.આવા સમયમાં ટીબીની સારવાર લાંબી અનેક ખર્ચાળ હોય છે.ત્યારે શરીરના અન્ય ભાગમાં ફેલાયેલ ટીબીના એક દર્દીની સારવારનો ખર્ચ રૂપિયા 18 લાખ સુધીનો થતો હોય છે.
તેમ છતા કેન્દ્ર સરકારની આરોગ્ય વિભાગની યોજનાઓ આરોગ્ય વિભાગના કર્મચારીઓ આશા વર્કર બહેનો,આંગણવાડીની બહેનો ઘરે ઘરે જઈને સર્વે કરવામાં આવી રહ્યો છે.આ સાથે જ ટીબીના દર્દીઓનું અદ્યતન રેકર્ડ રાખીને તેમની સારવાર કરવામાં આવી રહી છે.
જેમાં જેતપુર સરકારી હોસ્પિટલના આરોગ્ય વિભાગને ટીબીના 90% દર્દીઓને સાજા કરવામાં સફળતા મળી છે.બીજી તરફ જેતપુર શહેરનો સાડી ઉદ્યોગ હજારો લોકોને રોજગારી આપી રહ્યો છે.આ ઉદ્યોગમાં હજારો પરપ્રાંતિય લોકો રોજગારી મેળવી રહ્યા છે.ત્યારે આ ઉદ્યોગમાં અન્ય રાજ્યમાંથી આવેલા અને ટીબીના રોગનો ભોગ બનેલ લોકો આરોગ્ય વિભાગને જાણ કર્યા વિના જ પલાયન થઈ જતા હોવાથી ટીબીના રોગ માટે આશીર્વાદરૂપ બનેલ જેતપુર સરકારી હોસ્પિટલના આરોગ્ય અધિકારીઓ ટીબીના દર્દીઓને 100% સાજા કરવામાં સુ:ખદ વ્યક્ત કરી રહ્યા છે..


