Gujarat

જેતપુરમાં બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે જેતપુર સહિત રાજયભરમાં ધો. 10 અને 12ની પરીક્ષાનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે. તેની સાથે જ  પરીક્ષા ફીવર છવાઇ જવા પામેલ છે. પરીક્ષાના પ્રથમ દિવસે જેતપુરના તમામ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબના ફુલ આપી શુભેચ્છા આપવામાં આવી હતી.
જેતપુરમાં 3430  વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાના આજે પ્રથમ દિવસે સવારના સેશનમાં ધો.10માં ગુજરાતી-હિન્દી-અંગ્રેજી પ્રથમ ભાષાના અને ધો.12 સામાન્ય પ્રવાહમાં સહકાર પંચાયત વિષયના પ્રથમ પેપર લેવામાં આવ્યું હતું.
જયારે બપોરના સેશનમાં ધો.12 સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટ તેમજ વિજ્ઞાન પ્રવાહમાં ફીઝીકસ વિષયના પેપર લેવામાં આવ્યું હતું  આ પરીક્ષામાં ચોરી અને ગેરરીતિની ઘટનાઓ પર રોક લગાવવા માટે ખાસ પ્રબંધો કરવામાં આવેલ છે.
જેતપુર શહેરમાં કુલ 9કેન્દ્ર તેમજ જેતપુર તાલુકામાં ચાર કેન્દ્ર ઉપર પરીક્ષા લેવામાં આવી હતી જેમાં જલારામ વીરપુરમાં 2 કેન્દ્ર અને અમરનગર માં 1 કેન્દ્ર તેમજ વાડસડા માં 1 કેન્દ્ર ઉપર પરીક્ષા લેવામાં આવી હતી
જેતપુર શહેરના તેમજ તાલુકામાં સવારથી જ ધો. 10ની પરીક્ષાનું પ્રથમ પેપર આજે શરૂ થનાર હોવાથી દરેક પરીક્ષા કેન્દ્રો પર નિર્ધારિત સમયે વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા હતા અને પરીક્ષા સ્થળ પર કુમકુમ તિલક તેમજ મો મીઠા કરાવીને અધિકારીઓ સહિતનાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે
જેમાં સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર વર્ગ-1 અને રના અધિકારીઓ તૈનાત કરવામાં આવેલ છે. આ ઉપરાંત જિલ્લાવાઇઝ ફલાઇંગ અને સ્થાનિક સ્કવોર્ડોએ આજે પરીક્ષાના પ્રથમ દિવસથી જ પરીક્ષા કેન્દ્રોની તપાસણી શરૂ કરી દીધી હતી. વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભાવીની આ કસોટીનો આ કસોટીનો આજથી પ્રારંભ થતા જ પરીક્ષા કેન્દ્રો વિસ્તારમાં 144મી કલમ લાગુ કરી દેવામાં આવી છે.
( ફોટો હરેશ ભાલીયા )

IMG_20230314_183946.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *