જેતપુરના જૂનાગઢ રોડ ઉપર આજે એક ગેરેજમાં વેલ્ડીંગ કરતી સમયે અચાનક આગ ભભૂકતા મોપેડ આગમાં બળીને ખાક થઈ ગયું હતું. જોકે જાણ બાદ તાત્કાલિક ફાયર બ્રિગેટ ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવી દીધી હતી. પરંતુ ત્યાં સુધીમાં મોપેડ આગમાં બળીને ખાખ થઈ ગયું હતું. આ બનાવમાં કોઈ જાનહાની નથી પરંતુ રસ્તે આવતા જતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. (ફોટો : હરેશ ભાલીયા – જેતપુર)


