Gujarat

જેતપુરમાં લુખ્ખાઓના ત્રાસથી નવાગઢના યુવાનનો ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ 

પેટા
ગંભીર હાલતમાં જેતપુરથી પ્રાથમિક સારવાર અપાવી વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાયો : પોલીસની વિચિત્ર ભૂમિકાના પણ સ્યુસાઈડ નોટમાં આક્ષેપો
જેતપુરના ફૂલવાડી વિસ્તારમાં રહેતા અમુક લુખ્ખાઓના ત્રાસથી કંટાળેલા નવાગઢના એક યુવાને ફીનાઇલ પીને  આત્મહત્યાની કોશિશ કરતાં તેમને વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાયો છે. પોલીસ તેમની પાસેથી મળેલી સ્યુસાઇડ નોટમાં લુખ્ખાઓનો ત્રાસ કારણભૂત હોવાનું તેમજ પોલીસ સહકાર ન આપતી હોવાના આક્ષેપો કર્યા છે. હાલ જુનાગઢ ખાતે યુવાન સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ નવાગઢ વણકર વાસમાં રહેત ઉદય પી. સોલંકી નામના યુવાને આજે ફીનાઇલનપીને  આત્મહત્યાની કોશિશ કરતાં તેમને બેભાન હાલતમાં પ્રાથમિક સારવાર માટે જેતપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે જુનાગઢ હોસ્પિટલે ખસેડાયો છે. હાલ પોલીસને તેમની પાસેથી મળેલી એક સ્યુસાઇડ નોટમાં ઉદયે વર્ણવેલી દાસ્તાન છે,
સ્યુસાઇડ નોટમાં ઉદય પ્રભુદાસ સોલંકી જણાવ્યું છે કે તે હાલ બજાજ ફાઇનાન્સમાં કલેક્શન કરવાની નોકરી કરે છે. ઈશ્વરની સાક્ષીએ જણાવું છું કે,  જેતપુરના ફૂલવાડી વિસ્તારમાં રહેત સુમિત દોશી નામના યુવાનના પિતા બીમાર હતા ત્યારે છૂટક છૂટક પૈસાની સુમિતને મદદ કરી હતી.
આ પૈસાની માંગણી કરતાં સુમિતે ગત તા.13.3.2023ના રોજ આરટીજીએસ દ્વારા પરત આપી દીધા હતા. આ પૈસા ઉપાડીને લગ્ન સમયે
 મારા સગા સંબંધી પાસેથી લીધા હતા એ લોકોને પરત આપેલ છે.
પણ સુમિત દોષીએ મારા પર છેતરપિંડીનો આરોપ લગાવી મારી પાસે પૈસા પડાવી લેવા હતા એટલે મારા વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં અરજી કરેલ છે. મને આ વાતની જાણ થતા મેં સુમિત  વિરુદ્ધ તારીખ 13. 3. 2023 ના રોજ રાજકોટ એસપી કચેરી અને જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપેલ છે.
 તો પણ કોઈપણ જાતની કાર્યવાહી કરેલ નથી.  મને જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાંથી તારીખ 20. 3. 2023ના રોજ સાંજના સમયે ફોન આવેલો ત્યારે રૂબરૂ પણ જઈ આવેલો હતો ત્યારે મને એવું કહેવામાં આવેલું કે તું તારી અરજી ખોટી હોવાથી પાછી ખેંચી લે.  મારી અરજી કરેલી હતી એની કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી.  સુમિતે મારા પછી અરજી કરેલી હતી તો પણ એની અરજી પર કાર્યવાહી કરવામાં આવેલ છે.
તારીખ 22. 3. 23 બુધવાર આજે મને જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાંથી ફરી ફોન આવેલ ત્યારે ફરી હું પોલીસ સ્ટેશનમાં રૂબરૂ ગયો હતો ત્યાં દોશી સુમિત, તેના મમ્મી, ભાઈ ગૌરવ દોશી,  સુમિતનો  ભાઈબંધ કિશન બધા પોલીસ સ્ટેશનને હાજર હતા.  ત્યાં પોલીસ સ્ટેશનમાં સુમિત દોષીએ મને ધમકી આપી અને કહ્યું સાંજે આવે એટલે 6 લાખ રૂપિયા અહીંયા ટેબલ ઉપર મૂકીને જાજે.  એવી ધમકી પોલીસ સ્ટેશનમાં અને પછી ત્યાંથી નીકળી ગયો હતો.
ઉદયે એવું પણ લખ્યું છે કે મને રસ્તામાં બાઈક પર સ્મિત, કિશન  અને એના ભાઈબંધ હવે ધમકી આપે કે આ..લખી ન શકાય તેવા જ્ઞાતિ વિરુદ્ધનો શબ્દ બોલીને) ઉપાડી લેવાનો છે. આ લુખો પૈસા ન  આપે તો અને એનો ભાઈબંધ મોહન મારા ફ્રેન્ડને ફોન કરીને પણ કીધું હતું કે ઉદયને કે પૈસા આપી દે.
આ બધાના ત્રાસથી હું કંટાળી ગયો છું.  પૈસા મારા હોવા છતાં મારા પર ખોટા આરોપ નાખેલ છે.  એટલે હવે  મારી પાસે બીજો કોઈ રસ્તો નથી એટલે હું હવે મરવા જઈ રહ્યો છું.  મમ્મી, પપ્પા, ભાઈ, બધા મને માફ કરજો.  મારી પાસે મરવા સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો નથી.
 લી. સોલંકી ઉદય પી. સોલંકી – 22-3-2023
————
બોક્સ : જેતપુર પોલીસની વિચિત્ર ભૂમિકા તપાસી સત્ય બહાર લાવો
જેતપુર : બીજી બાજુ ઉદયે આવી રીતે જેતપુરના લુખ્ખાઓના ત્રાસથી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો તે પહેલા તેમણે પોલીસને લુખ્ખાઓ અંગે અરજી કરી હતી છતાં શા માટે શહેર પોલીસના સંબંધિત પોલીસ અધિકારી તહોમતદારોને છાવર્યા ? તેવો સવાલ ઉઠાવી નવાગઢ વણકર વાસના જાગૃત લોકોએ આ બાબતે રાજકોટ જિલ્લા પોલીસ વડા સત્ય બહાર લાવે તેવી માંગ કરી છે.
-હરેશ ભાલિયા – જેતપુર

IMG_20230322_200216.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *