છેલ્લા ઘણા સમયથી રોડ તોડી પાડવામાં આવ્યો પરતું નવો બનવામાં પાલિકાના ઠાગાઠૈયા
સફાઈ કામદારો તેમજ રહેવાસીઓએ પાલિકા સામે લગાવ્યા નારા
રાજકોટ જિલ્લાના જેતપુરમાં જ્યાં વર્ષોથી વર્ષથી લોકો વસવાટ કરે છે અને નગરપાલિકાના તમામ પ્રકારના વેરા ભરે છે તે વાલ્મીકિ વાસમાં વિસ્તારમાં વિધાનસભાની ચૂંટણી દરમીયાન પાકો રોડ બનાવી આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો અને તે રોડ તોડી પણ પાડવામાં આવ્યો હતો પરતું ચૂંટણી પૂર્ણ થતાં હવે વાયદા વાળો રસ્તો બનાવવામાં પાલિકા ઠાગાઠૈયા કરતા આ વિસ્તારમાં રહેતા પાલિકાના સફાઈ કામદારો તેમજ રહેવાસીઓએ નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો
જેતપુરમાં કાણકીયા પ્લોટ વિસ્તારમાં આવેલ વાલ્મીકિ વિસ્તાર જેમાં પાલિકાના સફાઈ કામદારો પણ રહે છે તેમજ,આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે રસ્તા, પાણીની સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. નગરપાલિકાના તંત્રએ 2 મહિના પહેલા રોડ બનવવાનું કાર્ય ચાલુ કર્યું હતું પણ આ કામ છેલ્લા ઘણા સમયથી બંધ છે. આખરે આજે આ વિસ્તારના સફાઈ કામદારો તેમજ રહેવાસીઓએ ભૂગર્ભ ગટર તેમજ રોડ વહેલી તકે બનાવવામાં આવે તેવી માંગણીઓ સાથે જેતપુર નવાગઢ નગરપાલિકા વિરુદ્ધ હાય હાય નાં સૂત્રોચાર કરી નારા લગાવ્યા હતા
આ વિસ્તારમાં રહેતા સફાઈ કામદારો ઉપરાંત રહેવાસી તેમજ આગેવાનોએ ત્યાં સુધી કહી દીધું કે અમે લોકો જેતપુરનાં દરેક વિસ્તારને સ્વચ્છ રાખીએ છીએ પરંતુ અમારા વિસ્તારને પાલિકા દ્વારા આડોડાઈ કરવામાં આવતા હોઈ તેવા આક્ષેપો સાથે જણાવ્યું કે આ વિસ્તારમાં ગંદકીના ગજ જામ્યા છે છેલ્લા બે મહિનાથી રોડ તોડી પડ્યા હતા આ વિસ્તારમાં રહેતા તમામ લોકો હાલાકી ભોગવી રહ્યા છે પાલિકા દ્વારા વહેલી તકે આ રોડ તેમજ ભૂગર્ભ ગટર તેમજ પાણીની સુવિધા કરી આપે તેવી માંગ કરી તેમજ જો નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી
આ વિસ્તારમાં રહેતી મહિલા દેવુબેન વાઘેલાએ જણાવ્યું હતું કે વિસ્તારમાં પછાત લોકો છેલ્લા ઘણા વર્ષથી વસવાટ કરે છે. અને આટલા જ વર્ષોથી નગરપાલિકાનો તમામ પ્રકારનો વેરો ભરે છે. પરંતુ આ વિસ્તારમાં સુધી પાકો રોડ ન હોવાથી સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.તેમજ આ રોડ તોડી પાડવામાં આવતા છેલ્લા ઘણા સમયથી સ્કૂલવાન, શાકભાજી તેમજ અન્ય ચીજ વસ્તુઓના ફેરીયાઓ એમ્બ્યુલન્સ વગેરે કઈ આવી શકતું નથી.આ વિસ્તારમાં રહેતા લોકો મોટી હાલાકી ભોગવવી રહ્યા છે તેમજ આ વિસ્તારમાં સફાઈ કામદારો રહેતા હોવાથી પાલિકા આડોડાઈ કરતી હોઈ તેવા આક્ષેપો કર્યા હતા આ વિસ્તામાંનાં લોકોની એક જ માંગ છે વહેલી તકે આ રોડ પૂર્ણ કરવામાં આવે
આ સમગ્ર બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિન ગઢવીને સ્થાનિક લોકો ઉપર ઠીકડું ફોડયું હતું અને જણાવ્યું હતું કે આ રોડ પહેલા ગટર બનાવવાની હોય છે જેમની ચેમ્બરનો લોકોએ વિરોધ કર્યો હતો જેથી આ રોડનું કામ થોડું મોડું થયું છે તેમજ તાત્કાલિક ધોરણે એન્જિનિયર ને ડ્રેનેજ લાઈનની કામગીરી બાદ રસ્તા નું ગામ ચાલુ કરવા માટે કહેવામાં આવ્યું છે પરંતુ આ તો એક બહાનું છે વાસ્તવમાં નગરપાલિકાના સતાધીશો પછાત વિસ્તારમાં પાકો રોડ બનાવવા માટે ઇચ્છુંક જ નથી. પરંતુ નગરપાલિકાના સત્તાધીશો અધૂરું મુકેલ કામ પૂર્ણ નહિ કરે તો આ વિસ્તારમાં રહેતા લોકો તેમજ સફાઈ કામદારો નગરપાલિકા સામે આંદોલન કરશું તેવી ચીમકી ઉચ્ચારી છે.


