Gujarat

જેતપુરમાં ૨૦૪ બોટલ વિદેશી દારૂ એલસીબીએ ઝડપી પાડ્યો.

૮૦ હજારનો મુદ્દામાલ કબજે કરાયો.
આમ તો ગાંધીનાં ગુજરાતમાં તો દારૂબંધી છે, પરંતુ ગુજરાતનાં દરેક ગામમાં દારુ તો મળી જ જાય છે. આ દારુ પૂરો પાડનાર નાનાં મોટા બુટલેગરો હોય છે તેઓ અનેક વાર પોલીસનાં જાપ્તામાં આવી જાતાં હોય છે. ત્યારે જેતપુર સિટી પોલીસને મળેલ બાતમીના આધારે
જેતપુરની બાપુની વાડીમાં રેડ કરતા અહીં ૨૦૪ બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવ્યો છે. જે જેતપુર પોલીસમાં લિસ્ટેડ બુટલેગર અનિલ ઉર્ફે ડબલી બારૈયા નાસી છૂટ્યો હતો જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
બનાવની વિગતો મુજબ પ્રોહીબિશનના જુદાજુદા ગુન્હામાં અનેકવાર પાસામાં જઈ ચૂકેલ અને તાજેતરમાં જ પાસામાંથી છુટેલ ડબલી ઉર્ફે અનીલ મનસુખભાઇ બારૈયાએ બાપુની વાડી વિસ્તારમાં અંગ્રેજી દારૂ ઉતાર્યો હોવાની રાજકોટ રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી. જે આધારે પોલીસે બાપુની વાડી વિસ્તારમાં  છાપો મારતા જુદીજુદી બ્રાન્ડની અંગ્રેજી દારૂની ૨૦૪ બોટલ કિંમત રૂપિયા ૭૯.૮૦૦નો મળી આવતા પોલીસે દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો જ્યારે આરોપી અનિલ ઉર્ફે ડબલી નાસી છૂટ્યો હતો જેમને દબોચવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.

IMG-20230303-WA0183.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *