Gujarat

જેતપુરમાંથી ગુમ થયેલી બાળકીની હત્યા કરાયેલી લાશ મળી ! 

હત્યાને અંજામ આપનારને ગણતરીની કલાકોમાં પકડી લેતી જેતપુર શહેર પોલીસ : રાજેશ ચૌહાણ નામના આરોપી પોલીસને કહ્યું, હા.. દુષ્કર્મ માટે બાળકીને લઈ ગયો હતો પણ બૂમાબૂમ કરતાં મોઢે ડૂચો દઈ, માથામાં પથ્થર મારી બાળકીના રામ રમાડી દીધા !!
જેતપુર પોલીસની કાર્યવાહીના ચારેબાજુ સરાહના : આરોપીને ફાંસી મળે તેવું કામ પોલીસ કરે : બાળકીના માતા સહિતના લોકોની માંગ
જેતપુરના સમય કાંઠા વિસ્તારમાંથી તા.30 ના રોજ ઘરેથી ગુમ થયેલી બાળકીની કોથળીમાં પેક કરેલી અને સાડીના એકમ નજીકના એક લાકડાના ઢગ વચ્ચેથી હત્યા કરેલી હાલતમાં લાશ મળતા જેતપુર શહેર અને પંથક રહેતા અને આ બનાવને જાણનારા લોકોમાં કંપારી છૂટી ગઈ છે. બીજી બાજુ જેતપુર શહેર પોલીસના પીઆઈ અજીતસિંહ હેરમાંના માર્ગદર્શન હેઠળ જેતપુર શહેર પોલીસના સ્ટાફે બાળકીના હત્યારાને પણ પકડી પાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસનું કહેવું છે કે આરોપી બાળકીની હત્યાની કબૂલાત આપી છે. બનાવ સ્થળે આરોપીને લઈ જઈને મહત્વના આધાર-પુરાવા એકત્ર કરીને તપાસ આગળ ધપાવી છે. રાજકોટ ખાતે મૃત બાળકીના વાલીઓએ આરોપીને ફાંસીની સજા થાય તેવી ઘડારૂપ સજા કરાવવાની માંગ કરી હતી.
જેતપુરના ભાદરના સામા કાંઠા વિસ્તારમાં રહેતા પંકજ યાદવ નામના પરપ્રાંતીય યુવાનની અઢી વર્ષની બાળકી ગઇકાલે  સાંજે 5 વાગ્યાની આસપાસ  ગુમ થઈ જતાં માતા-પિતા સહિતના પરિવારજનોએ બાળકીની ભાળ માટે ખૂબ તપાસ કરી હતી. પણ બાળકી ન મળતા  વાલીઓએ જેતપુર શહેર પોલીસમાં બાળકી ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ લખાવી હતી.
પોલીસ બનાવને ગંભીર ગણીને તપાસ આદરી હતી. સૌ પ્રથમ ભાદરના સામા કાંઠા વિસ્તારના જન કલ્યાણી વિસ્તારમાં જ્યાંથી લાકડાના ઢગલામાંથી બાળકીની લાશ મળી ત્યાંનાં આસપાસના સીસી કેમેરા પોલીસ તપાસ્તા  એક શખશ આગળ અને બાળકી પાછળ જતી હોવાના ફૂટેજ પોલીસને જોવા મળ્યા હતા.
આવા સમયે પોલીસ 4-5  પરપ્રાંતીય શખશોને શંકાના દાયરામાં રાખી આકરી ભાષામાં પૂછપરછ કરતાં બિહારના નાલંદા જિલ્લાના રઘુનાથપુરાના રહીશ રાજેશ ચૌહાણે ભાંગી પડીને  બાળકીની હત્યાની કબૂલાત આપી હતી. રાજેશ  કોઈ પણ અફસોસ વગર જણાવ્યું હતું કે, દુષ્કર્મ માટે લઈ ગયો હતો, બાળકી બૂમાંબૂમ કરવા લાગતાં પકડાઈ જવાના ડરે , બાળકીને મોઢે ડૂચો દઈ, માથામાં પથ્થર ફટકારી  મારી નાખી !બાળકીની હત્યા કરનાર જયેશ ચૌહાણને કોઈ રંજ ન હતો પણ સાંભળનાર પોલીસ ધ્રુજી ગઈ હતી.
બોક્સ :
મારી દીકરીના હત્યારાને ફાંસી આપો, બીજા કોઈ સાથે આવું ન થવું જોઈએ : બાળકીના માતા-પિતા
બાળકીને દુષ્કર્મનો ભોગ બનાવાઇ છે કે કેમ ? તેની તપાસ માટે રાજકોટ એફએસએલમાં પીએમ માટે જેતપુરથી રાજકોટ ખસેડાઇ હતી. અહી સિવિલ હોસ્પિટલ ખાતે બાળકીના માતા, પિતા, કાકા સહિતના પરિવારજનોએ પ્યારી દીકરીની હત્યાના આરોપીને ફાંસીની સજા અપાવાય તેવી જેતપુર શહેર પોલીસ કડક કામગીરી અને કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી
( ફોટો હરેશ ભાલીયા )

IMG_20230331_164618.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *