જામનગર જિલ્લા નો છેવાડાનો તાલુકો એટલે જોડિયા……………… જયાં એક પણ ખાવા પીવા માટે હોટેલ ન હોવાને કારણે તાલુકા ના દુર દુર ગામડાઓ ના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો બોર્ડ ની પરીક્ષા આપવા માટે જોડિયા ના પરીક્ષા કેન્દ્ર માં આવતા હોય છે.. અને પરીક્ષા સંપન્ન થયા બાદ તેવો ની સામે ભોજન નો સવાલ ઉભો થાય છે. કારણ કે વિધાથીૅઓ ને ગામડે પહોચતા સાંજ પડી જાય છે બોર્ડ વિધાથીૅઓ ની સમસ્યાઓ પ્રત્યે આજ થી ૧૩ વર્ષ પહેલા ગામ ના આગેવાનો એ પુનમબેન માડમ સમક્ષ ધ્યાન દોરયુ હતું અને વર્તમાન સાંસદ અને માડમ મેમોરિયલ ટ્રસ્ટ ના પ્રમુખ પુનમબેન માડમ દ્વારા પોતાના પિતા શ્રી. એચ, આર, માડમ ની સ્મૃતિ માં બોર્ડ પરીક્ષાથીઓ. માટે જોડિયા ની લોહાણા મહાજન વાડી માં. ભોજન વ્યવસ્થા નો સેવા યજ્ઞ ચાલું કરાવ્યો હતો. જે વર્ષ ૨૦૨૩.માં માડમ મેમોરિયલ ટ્રસ્ટ પરિવાર નો ૧૪ માં વર્ષે જોડિયા ખાતે અવરિત સેવાયજ્ઞ નો લાભ બોર્ડ પરીક્ષાથીઓ, તેમના વાલીઓ ઉપરાંત શિક્ષક ભાઈઓ અને બહેનો અને વાલીઓ..ગાડી ના ડ્રાયવરો પણ પરીક્ષા બાદ પ્રસાદ નો લાભ લેવામાં આવે છે. છેલ્લા ૧૪ વર્ષ થી. જોડિયા ખાતે માડમ મેમોરિયલ ટ્રસ્ટ પરિવાર નો સેવા યજ્ઞ ટ્રસ્ટ ના પ્રમુખ પુનમબેન માડમ ના માર્ગદર્શન હેઠળ દિલીપ ભાઈ દવે, પ્રવીણભાઈ માણેક ની સાથે જોડિયા ના સેવા ભાવી ભગુભાઈ વાંક . જેઠાલાલ અધેરા ઈરશાદ ભાઈ કારિયા. અશોકભાઈ વર્મા. ભરત ભાઈ ઠાકર. ચિરાગ વાંક. હસમુખભાઈ કોઠારી તથા. ગામ ના દરેક સમાજ યુવાનો સેવાયજ્ઞ માં સહયોગ આપી રહ્યાં છે…….
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.


