Gujarat

જ્ઞાનનું અભિમાન

એકવાર એક ઘમંડી વ્યક્તિ ભણી-ગણીને શહેરમાંથી પોતાના ગામડામાં આવે છે.શહેર અને ગામડાની વચ્ચે એક નદી આવતી હતી જેને પાર કર્યા બાદ જ પોતાના ગામમાં આવી શકાય તેમ હતું. પોતાના ઘેર જવા નદી કિનારે આવીને એક નાવમાં બેસે છે.થોડીવાર નાવ ચાલ્યા બાદ તે મહાશય નાવિકને પુછે છે કે તમે ક્યારેય વ્યાકરણનો અભ્યાસ કર્યો છે? થોડીવાર વિચાર કર્યા બાદ નાવિક કહે છે કે ના સાહેબ મેં ક્યારેય વ્યાકરણનો અભ્યાસ કર્યો નથી.

ઘમંડ અને અહંકારથી ભરેલા આ મહાશય ર્હંસતાં ર્હંસતાં કહે છે તમે તો તમારી અડધી જીંદગી વ્યર્થમાં ગુમાવી દીધી.થોડા સમય પછી પોતે મેળવેલ શિક્ષણનો ઘમંડ બતાવતાં નાવિકને ફરીથી કહે છે કે તમે ઇતિહાસ અને ભૂગોળ ભણ્યા છો? ત્યારે નાવિક કહે છે કે ના સાહેબ હું ક્યારેય શાળાએ જ ગયો નથી.

અહંકારી મહાશય જોરથી અટ્ટહાસ્ય કરીને નાવિકની મશ્કરી કરતાં કહે છે કે તમોને ઇતિહાસ અને ભૂગોળનું જ્ઞાન નથી એટલે તમે તમારી પોણા ભાગની જીંદગી વ્યર્થમાં ગુમાવી દીધી છે.નાવિકને આવું સાંભળીને ક્રોધ આવે છે પરંતુ ક્રોધ ઉપર કાબૂ રાખીને સામે કોઇ જવાબ આપતો નથી અને નાવ ચલાવ્યે જાય છે.

નદીના મધ્યમાં નાવ પહોચ્યા બાદ અચાનક ભારે પવન સાથે ભયંકર વાવાઝોડું આવે છે અને નાવ હાલક-ડોલક થાય છે,નાવમાં પાણી ભરાવાનું શરૂ થાય છે ત્યારે નાવિક કહે છે કે મહાશય ! આપશ્રીને તરતાં આવડે છે? ત્યારે તે જવાબ આપે છે કે મને તરતા તો આવડતું નથી.ત્યારે નાવિક કહે છે હવે નાવને ડુબતી બચાવવાની સંભાવના નથી અને મારી પાસે ઇતિહાસ-ભૂગોળ અને વ્યાકરણનું જ્ઞાન નથી એટલે મારી પોણા ભાગની જીંદગી વ્યર્થ ગઇ છે પણ તમોને તરતાં નથી આવડતું એટલે તમારી તો સો એ સો ટકા જીંદગી વ્યર્થ જવાની છે આમ કહીને નાવિક નદીમાં કૂદી પડે છે અને તરીને સામે કિનારે પહોંચી જાય છે.

આ બોધકથામાંથી આપણે એ બોધપાઠ લેવાનો છે કે અહંકારમાં આવીને ક્યારેય પોતાના જ્ઞાનનું ખોટું પ્રદર્શન ના કરવું અને ક્યારેય કોઇને પોતાના જ્ઞાનથી નીચો ના પાડવો.

અહંકાર એ પા૫ અને અવિદ્યાનો બા૫ છે.આજનો માનવ કામ..ક્રોધ..લોભ..મોહ તથા અહંકારની જાળમાં ફસાયેલો છે તેને જે કંઇક શક્તિ પ્રાપ્ત થાય તો તેથી પોતાની કુત્સિત ઇચ્છાઓને પુરી કરવા વિનાશ તથા ૫રપીડાનો અકલ્પનીય ખેલ ખેલી રહ્યો છે.માનવ જેટલો નમ્ર બને છે એટલો તેનો અહંકાર ઓછો થાય છે.

જ્યાં સુધી મનુષ્યમાં અહંકારની હાજરી છે ત્યાં સુધી સદગુરૂ દ્વારા પ્રદત્ત તત્વજ્ઞાન તેનામાં ઉતરતું નથી.સદગુરૂ પ્રદત્ત જ્ઞાનને માનવાથી..જીવનમાં ઉતારવાથી જ અહંકારમાંથી મુક્તિ મળે છે.

નિરાકાર પરમાત્માને રમવાની “ઈચ્છા” થઇ.પરમાત્માને “માયા” નો સ્પર્શ થયો એટલે “સંકલ્પ” થયો કે હું એકમાંથી અનેક થાઉં ત્યારે ‘પ્રકૃતિ અને પુરૂષ’નું જોડું ઉત્પન્ન થયું. ‘પ્રકૃતિ-પુરૂષ’ માંથી-મહત તત્વ (બુદ્ધિ)  અને ‘મહત્ તત્વ’ માંથી ‘અહંકાર’ ઉત્પન્ન થયો.

તન,મન અને ધનમાં પોતા૫ણાનો ત્યાગ નિશ્ર્ચિંતરૂ૫થી અહંકાર ઓછો કરી વિનમ્રતામાં વૃધ્ધિ કરે છે,જેનાથી જિજ્ઞાસુ બ્રહ્મજ્ઞાનનો અધિકારી બને છે.જગતમાં જે કંઇ છે તે સર્વ પ્રભુ પરમાત્માનું જ છે એટલે તેમની આજ્ઞાથી તેનો ઉ૫ભોગ કરવો અને કોઇના ૫ણ ધન ઉ૫ર લલચાવવું નહી.મોહના કારણે જ સંસાર સત્ય લાગે છે અને નિરાકાર બ્રહ્મનો અનુભવ થતો નથી.સેવા,સુમિરણ,સત્સંગમાં સૌથી મોટું વિઘ્ન તન-મન-ધનનું મિથ્યા આકર્ષણ છે.તન-મન-ધનનું અભિમાન ના રહે તો ભક્ત સરળ ભાવથી ભક્તિ ૫થ ઉ૫ર આગળ વધે છે.બાળ સુલભ સરળતા ભક્તિની વાસ્તવિક શક્તિ છે.

સાચા સાધુ હરિગુરૂના ભક્ત(સંત) એક જ વાત સમજાવે છે કેઃજ્ઞાનવાન વ્યક્તિ ૫ણ જો ભક્તિ છોડી દે તો પુનઃ માયામાં ગોથાં ખાય છે,ડુબવા લાગે છે. માટે હરિ પરમાત્માની ભક્તિ કરી લઇએ..!!જેના ફળ સ્વરૂપે આપણા દિલનું દર્પણ સાફ થશે અને મન પણ અહંકાર..વગેરે વિકારોથી મુક્ત થઇ પવિત્ર થશે.

જીવનું મુક્તિમાર્ગનું મોટામાં મોટું વિઘ્ન અહંકાર છે.જે વિશાળ પ્રભુનાં દર્શન કરીને દૂર થાય છે. આપણા અહંકારનું કારણ જીવભાવ છે,જે પ્રભુદર્શનથી દૂર થાય છે.જીવભાવ દૂર થતાં જ તમામ દુઃખ દુર થાય છે.

જેનામાં અભિમાન છે..અહંકાર છે તેને મહાન માનવામાં આવતા નથી.મહાન તે છે કે જેનામાં દાસ ભાવના છે..વિનમ્રતા છે..જેના હ્રદયમાં મિઠાસ છે..જેને શુધ્ધ વ્યવહાર કર્યો છે.માનવ જેટલો નમ્ર બને છે એટલો તેનો અહંકાર ઓછો થાય છે.

દેહને આત્મા માનવો એ અહંકાર છે.અહંકારી વ્યક્તિ પૈસા અને શક્તિને વધુ મહત્વ આપે છે, તેઓ બીજાની ઇર્ષા કરતા હોય છે, તેમને કોઇના પ્રત્યે સહાનુભૂતિ હોતી નથી તેમજ કોઇને મદદરૂ૫ થતા નથી, કોઇ તેમની ટીકા કરે તો તે સહન કરી શકતા નથી, તેઓ દર્શન નહી પણ પ્રદર્શનમાં માનતા હોય છે.

સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી

છક્કડીયા(ધાણીત્રા) તા.ગોધરા જી.પંચમહાલ

Sdp-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *