આરોપીઓ પકડાય નહીં ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો ધોરાજી પંથકમાં ખળભળાટ મચાવતી ઘટના
ધોરાજી ઝાંઝમેર ગામના 4 યુવકોએ ખેડૂત પરિવારની 14 વર્ષની કિશોરીનું અપહરણ કર્યું હતું. કિશોરીને ગામની શાળામાંથી ઉઠાવી યુવકો ફરાર થયા હતા. કિશોરી સાંજે પરત ફરતા પરિવારે કિશોરીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ કર્યા હતા. દુષ્કર્મ આચર્યું હોવાની જાણ થતા કિશોરીના દાદી અને પિતાએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં કિશોરીના દાદીનું મોત નિપજ્યું તો કિશોરીના પિતાની હાલત ગંભીર છે.પરિવારજનો દ્વારા લાશ સ્વીકારનો ઇન્કાર કરતા પોલીસ દોડતી થઈ હતી ઘટના સ્થળે ધોરાજી ધારાસભ્ય અને પોલીસ દ્વારા સાંત્વના પાઠવતા અંતે ગુનો નોંધાયા બાદ લાશનો સ્વીકાર કરવામાં આવ્યો હતો એક મામલે પોલીસે એક આરોપીને પકડી પાડી લીધો હતો.
બનાવની વિગત મુજબ ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામમાં કિશોરીનું અપહરણ કરી 14 વર્ષની દીકરીને ગામના 4 જેટલા યુવકોએ દુષ્કર્મ આચર્યું હોવાની ધટના સામે આવી હતી. કિશોરીને ગામની શાળામાંથી અપહરણ કરી ઉઠાવી ગયા હતા. દુષ્કર્મ આચર્યું હોવાનો પરિવારએ આક્ષેપ કર્યો હતો, કિશોરી સાંજે ઘરે પહોંચતા સમગ્ર ઘટના જાણવતા કિશોરીના દાદી તેમના ઘરે તેમજ પિતાએ વાડીએ ઝેરી દવા પીધી હતી. આ ઘટનામાં કિશોરીના દાદીનું મોત નીપજ્યું છે, તેમજ પિતાને સારવાર હેઠળ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.
ઝેરી દવાનાં કારણે બાળકીની દાદીનું મૃત્યુ થયું હતું અને બાળકીના પિતાની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોએ મૃતદેહને રોડ ઉપર રાખી ન્યાયની માંગણી કરી. પરિવારજનોનો આક્ષેપ જ્યાં સુધી આરોપીને પકડી કાર્યવાહી કરવામાં નહિ આવે ત્યાં સુધી લાશને સ્વીકારવામાં નહીં આવે.
ઝેરી દવાનાં કારણે બાળકીની દાદીનું મૃત્યુ થયું હતું અને બાળકીના પિતાની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોએ મૃતદેહને રોડ ઉપર રાખી ન્યાયની માંગણી કરી. પરિવારજનોનો આક્ષેપ જ્યાં સુધી આરોપીને પકડી કાર્યવાહી કરવામાં નહિ આવે ત્યાં સુધી લાશને સ્વીકારવામાં નહીં આવે.
મળતી માહિતી મુજબ સગીરા સ્કૂલે ગઈ હતી. જ્યાં તે સમયસર ઘરે આવી ન હતી. ત્યાર બાદ પરિવારજનો તેને શોધવા વાડીએ ગયા હતા. આ બાબતની જાણ થતાં કિશોરીના દાદીએ આઘાતમાં ઝેર ગટગટાવી દીધું છે. પરિવારે માંગ કરી છે કે આરોપીઓને ઝડપથી પકડી લેવામાં આવે. પરિવારે વિરોધમાં મૃતદેહ રોડ પર મૂકી દીધો હતો.
ઝાંઝમેર ગામ સંપૂર્ણપણે રોષ ભેર બંધ રહ્યું
ઝાંઝમેર ગામમાં આ બનાવ બનતા ચકચાર મચી જવા પામ્યો હતો જેથી ગ્રામજનો સહિત લોકોમાં રોષ ફેલાયો હતો અને સમગ્ર ગ્રામ રોષ વ્યક્ત કરતા બંધ રાખવામાં આવ્યું હતું.
પોલીસ અને ધારાસભ્યના દરમિયાનગી બાદ મામલો થાળે પડ્યો
આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને ઝેરી દવા પી આપઘાત કરનાર વૃધ્ધાની લાશ સ્વીકારવાનો તેના પરિવારજનોએ ઈનકાર કરી દેતાં ઉચ્ચ પોલીસ અધિકારી તેમજ ધારાસભ્ય ઘટના સ્થળે દોડી આવ્યા હતા છે અને આ ઘટનાને પગલે ઝાંઝમેર ગામમાં વાતાવરણ તંગ બન્ને એ પહેલાં પરિવારજનોએ મનાવવાના પ્રયાસો કર્યા હતા પોલીસે પણ આ ઘટના અંગે જવાબદાર આરોપીઓ સામે તાબડતોબ ગુનો નોંધી તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી આ અંગે ધોરાજી પોલીસ મથકે પોક્સો સહિતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી જેમાં એક શખ્સની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું હતું
ફોટો હરેશ ભાલીયા જેતપુર