Gujarat

ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂ .રૂપિયા ૩,૭૭,૫૨૦/- તથા બોલેરો ગાડીની કી. ૩.૩,૦૦,૦૦૦/- તથા એક મોબાઇલ ની કી.રૂ.૫૦૦/- મળી કુલ કીંમત રૂપિયા -૬,૭૮,૦૨૦/- નો મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો.  

ધર્મેન્દ્ર શર્મા,પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવુતી નેસ્ત નાબૂદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહિ કરવા સારૂ જિલ્લાના તમામ થાણા અમલદારશ્રીઓને પ્રોહીની પ્રવૃતિ હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
જે આધારે  ડી.કે રાઠોડ i/c નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝન છોટાઉદેપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ  પી.એચ.વસાવા પોલીસ ઈન્સ્પેકટર ઝોઝ પોલીસ સ્ટેશન તથા સ્ટાફના પોલીસ માણસો સાથે પ્રોહીડ્રાઇવ અનુસંધાને ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મેળવી બાતમી હકિકતના આધારે ધોળીસામેલ ગામના બસ સ્ટેન્ડ પાસે ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ કંપનીના બીયર તથા વિસ્કીના પુઠ્ઠાના બોક્સ નંગ ૮૫ જેમા કુલ બોટલ નંગ-૩૬૦૦ ની કીમત રૂપીયા-૩,૭૭,૫૨૦/-તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમા ઉપયોગમા લીધેલ બોલેરો ગાડી જેનો રજી નં. GJ-06-CB-2558 ની કી.રૂ.૩,૦૦,૦૦૦/-તથા આઇટેલ કંપનીનો મોબાઈલની કિંમત રૂપિયા ૫૦૦/- મળી કુલ કીમત રૂપીયા-૬,૭૮,૦૨૦/-ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી કાયદેશરની કાર્યવાહી કરવામા આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230226-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *