ટીબીને હરાવવામાં વહેલુ નિદાન કારગર,ડોક્ટર સલાહનુસાર નિયમિત દવા લેવાથી ટીબીને મ્હાત આપી શકાય
જૂનાગઢ તા.૨૪ લા-ઈલાજ ગણાતો ક્ષય રોગ આજે આધુનિક સારવાર પદ્ધતિ અને દવાના લીધે સાધ્ય બન્યો છે દેશને ટી.બી. રોગની ચુંગાલથી બહાર લાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટીબી મુક્ત ભારતનું આહવાન સાથે જ ટીબીના રોગ વિશે એક વ્યાપક જનજાગૃતિ ઉભી થાય તે માટે વિશ્વ ટીબી દિવસથી એક અભિયાન અંતર્ગત જાગૃતી લાવવા જણાવ્યુ છે.
વિશ્વ ટીબી દિવસની ઉજવણી અંતર્ગત ભેસાણ તાલુકા હેલ્થ ઓફીસર ડો. રેશ્માબેન દલસાણિયા, આરોગ્ય નીરીક્ષકશ્રી હીતેન્દ્ર નાગાણી, આશિષ જોષી સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં ચિકીત્સકશ્રીઓ, કોમ્યુનિટી હેલ્થ ઓફીસરશ્રીઓ,આરોગ્ય કર્મીઓએ તાલુકામાં લોકજાગૃતિ કેળવાય તે હેતુએ શાળાઓમાં આરોગ્ય લક્ષી જનજાગૃતિ સ્પર્ધાઓ,રેલીઓનું આયોજન કર્યુ હતુ. ટીબીના લક્ષણો, સારવાર, નિદાન વગેરેની ગ્રામજનોને વિગતવાર જાણકારી હતી. આરોગ્યતંત્ર દ્વારા ટીબીના દર્દીની ઓળખ કરવા અને ટીબીગ્રસ્ત લોકોની સારવાર માટે આયોજનબદ્ધ રીતે કામગીરી કરવામાં આવી રહી છે. મેડિકલ-પેરા મેડિકલ સ્ટાફ અને આશા બહેનો દ્વારા સતત ટીબીના દર્દીઓનું મોનિટરિંગ-ફોલોઅપ લેવામાં આવી રહ્યં- છે.તેમ ડો.રેશ્માબેનદલસાણિયાએ જણાવ્યુ હતુ.


