Gujarat

ઠાસરા ખાતે મહિલાદિન ઉજવાયો.

મકસુદ કારીગર,કઠલાલ
આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા તા.14 માર્ચના રોજ ઠાસરામાં આવેલ જયશ્રી રામ પાર્ટી પ્લોટ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવવામાં આવ્યો હતો જેમાં ઠાસરા તેમજ ગળતેશ્વર તાલુકાની ગ્રામિણ મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી ત્યારબાદ સ્વાગત ગીત અને આમંત્રિત મહેમનોનો ટૂંકો પરિચય કરાવવામાં આવ્યો હતો. નારી અદાલતમાંથી પધારેલ ગીતાબેન તથા અન્ય વક્તાઓએ પ્રસંગને અનુરૂપ પ્રવચનો કર્યા હતા. પ્રસ્તુત કાર્યક્રમમાં મહિલા સમાનતાનો સંદેશ આપતું નાટક ફિલ્મી ડાન્સ પણ રજૂ કરાયા હતા. અંતે આભારવિધિ અને સામુહિક ગરબા દ્વારા ઉજવણીનું સમાપન કરવામાં આવ્યું હતું.

IMG-20230314-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *