Gujarat

ડિસ્ટ્રીબ્યુટર અને રિટેઈલર્સ સાથે મળીને તુલસી ટીની સફળતાનો ઉત્સવ મનાવાયો

સુંદર કામગીરી કરનારા રિટેઈલર્સનુ સ્વાગત અને ડિસ્ટ્રીબ્યુટર નું બહુમાન પણ કરવામાં આવ્યુ
અમદાવાદ: તુલસી ચા, જે ચાની બ્રાન્ડ સાથે લાખો ગુજરાતી પરિવારો તેમના દિવસની શરૂઆત કરે છે, તેણે રવિવારે રાજ્યભરના તેના ડિસ્ટ્રીબ્યુટર અને રિટેઈલર્સ સાથે 2022-23ની સફળ પૂર્ણતાની ઉજવણી કરી.
આ સમારંભનુ નામ યોગ્ય રીતે જ “રિશ્તે હૈ પ્યાર કે, ઈનામ હૈ આપકે” આપવામાં આવ્યુ હતું, અને સમારંભમાં સેંકડો ડિસ્ટ્રીબ્યુટર અને રિટેઈલર્સને એક મંચ પર એકબીજા સાથે નેટવર્કીંગની તક મળી હતી.
ડિસ્ટ્રીબ્યુટર અને રિટેઈલર્સને સંબોધન કરતાં તુલસી ટી ના સ્થાપક અને ચેરમેન ગોરધનભાઈ કથરોટીયાએ ગ્રાહકોને તુલસી ચા આસાનીથી ઉપલબ્ધ થાય તે બાબત ઉપર ભાર મુક્યો હતો. તેમણે ગ્રાહકોની જરૂરિયાતો સમજવા માટે બજાર સાથે જોડાયેલા રહેવાનુ અને એ મુજબ ડિલિવરી આપવાનુ મહત્વ પણ સમજાવ્યુ હતું.
તુલસી ટી તરફથી પૂરા થયેલા નાણાંકીય વર્ષમાં કંપનીના વિકાસમાં ઉત્તમ કામગીરી કરનારા સુપર-30 ડિસ્ટ્રિબ્યુટર નું  બહુમાન કરવામાં આવ્યુ હતું.
આ સમારંભમાં ભૌમિક શાહ અને બેન્ડ, વી કંપની ડાન્સર્સ , ઈલ્યુઝન આર્ટીસ્ટ (જાદુગર) સપન જોષીએ કાર્યક્રમ રજુ કર્યો હતો, જે હાજર રહેલા તમામ લોકો માટે ખૂબ જ યાદગાર બની રહયો હતો.  સમારંભના અંતે બધાએ ભવ્ય ભોજનનો સ્વાદ માણ્યો હતો.
આ સમારંભમાં લકી ડ્રોનુ આયોજન કરવામાં આવ્યુ હતું. ગોલ્ડ લકી ડ્રો કેટેગરીમાં 1008 અને ડાયમન્ડ લકી ડ્રો કેટેગરીમાં 504 ઈનામ આપવામાં આવ્યાં હતાં. સૌથી મોટા ઈનામ તરીકે ટાટા પંચ કાર આપવામાં આવી હતી. આ સમારંભનુ સંચાલન આરજે કુણાલ અને શિમોલીએ કર્યુ હતું.
સમારંભને અંતે આભાર માનતાં તુલસી ટીના મેનેજીંગ ડિરેકટર શ્રી હરેશભાઈ કથરોટીયાએ સમારંભમાં હાજર રહી તેને સફળ બનાવવા બદલ ડિસ્ટ્રીબ્યુટર અને રિટેઈલર્સનો આભાર માન્યો હતો. તુલસી ટીને લાખો ઘરો સુધી લોકપ્રિય બનાવવામાં ડિસ્ટ્રીબ્યુટર અને રિટેઈલર્સના યોગદાનની તેમણે પ્રશંસા કરી હતી.

IMG-20230411-WA0146.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *