ડીસા
ડીસા તાલુકાના વાઘપુરા પાટીયા પાસે અચાનક ટાયર ફાટતા ઇકો કાર પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગાડીમાં સવાર ડ્રાઇવર સહિત આઠને ઈજા પહોંચતા સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલોમાં ખસેડાયા હતા. ડીસા-રાધનપુર રોડ પર ઇકો ગાડીનો અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં મુસાફરો ભરી એક ઈકો ગાડી ભીલડી તરફ જઈ રહી હતી. તે દરમિયાન વાઘપુરા ગામના પાટીયા પાસે અચાનક ગાડીનું ટાયર ફાટતા ગાડી પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇકો ગાડીમાં સવાર ડ્રાઇવર સહિત ૮ જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ નેશનલ હાઈવે ઓથોરિટી અને ૧૦૮ એમ્બ્યુલન્સ વાનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે ડીસા અને ભીલડી સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.


