Gujarat

તલાટી-કમ-મંત્રીની પરીક્ષાને લઈને છોટાઉદેપુર જીલ્લામાં હેલ્પલાઇન શરુ કરવામાં આવી

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રી સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા.૦૭/૦૫/૨૦૨૩ના રોજ સવારે ૧૨.૩૦ થી ૧.૩૦ કલાક દરમિયાન યોજવાની છે ઉપરોક્ત પરીક્ષા માટે ઉમેદવારોને પોતાના પરીક્ષા કેન્દ્ શોધવામાં સરળતા રહે તે હેતુથી તેમજ તેઓને પરીક્ષાલક્ષી અન્ય કોઈ પણ માહિતીની જરૂરિયાત હોય તેવા ઉમેદવારોને માહિતી પૂરી પાડી શકાય અને માર્ગદર્શન આપી શકાય તે માટે જિલ્લા પંચાયત છોટાઉદેપુર ખાતે તા.૨૭-૦૪-૨૦૨૩થી તા.૦૪/૦૫/૨૦૨૩ સુધી કચેરી સમય દરમિયાન અને તા.૦૫-૦૫-૨૦૨૩ સવારે ૧૦ વાગ્યાથી તા.૦૭-૦૫-૨૦૨૩ના ૫ કલાક સુધી ટેલીફોનિક હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે આ હેલ્પલાઇન માટે નો નંબર ૦૨૬૬૯-૨૯૬૨૧૦ શરૂ કરવામાં આવેલ છે આથી કોઈ ઉમેદવારને જરૂરિયાત જણાય તો સંપર્ક કરવા ચીફ ડીસ્ટ્રીકટ કોઓર્ડીનેટર અને જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા પંચાયત, છોટાઉદેપુરની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *